fbpx
અમરેલી

કોવીડ-૧૯ વેક્સિનેશન માટે ૫૦ થી વધુ ઉંમરના લોકોએ નામ નોંધાવવા આરોગ્ય તંત્રનો અનુરોધ

હાલમાં કોવીડ-૧૯ની વેક્સીન શોધવાની કામગીરી આખરી તબક્કામાં છે. જેની તૈયારીના ભાગરૂપે સૌપ્રથમ હેલ્થ વર્કર, ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર, ત્યાર બાદ ૫૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિ અને ત્યાર બાદ ૫૦ વર્ષથી નીચેના ગંભીર રોગો (ડાયાબિટીસ અને હાઈપરટેન્શન સિવાય) ધરાવતા વ્યક્તિને આ વેક્સીન આપવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આરોગ્યકર્મીઓ રસીકરણની માહિતી તૈયાર કરવા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. જેમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિ અને ૫૦ વર્ષથી નીચેના ગંભીર રોગો ધરાવતા વ્યક્તિઓનું લિસ્ટ આધાર પુરાવા સાથે યાદી બનાવવામાં આવી રહી છે. જો આપનું નામ નોંધવાનું રહી ગયું હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા અર્બન આરોગ્ય કેન્દ્ર અથવા તાલુકા હેલ્થ કચેરી નો સંપર્ક કરી આપનું નામ નોંધાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts