લીલીયા ખાતે કલાકો સુધી રેલ્વે ફાટક બંધ રહેતા ખેડૂતો પરેશાન
લીલીયા ગામે રેલ્વે સ્ટેશનથી આગળ રેલ્વે ફાટક આવેલ છે. આ ફાટક પર ગાર્ડ પણ રાખવામાં આવેલ છે. સામાન્ય રીતે રેલ્વે ટ્રેક પર જયારે ટ્રેન આવવાની હોય તે સમય પહેલા પ-10 મિનિટ ફાટક બંધ થાય તે વાત બરાબર છે પરંતુ અહીનું ફાટક ટ્રેન આવતી હોય કે ન આવતી હોય તેને સતત બંધ રાખવામાં આવે છે. આ ફાટકની બન્ને બાજુ 400 એકર જેટલી લીલીયા-પીપળવાની સીમ છે, વાડીઓ છે અને આ ફાટક પીપળવા-અંટાળીયાનાં રસ્તા પર હોય રાહદારીઓનીપણ અવરજવર રહે છે. આવા સંજોગોમાં આ ફાટક ખોલાવવા માટે સ્ટેશન માસ્તરને ફોન કરવાનો તેને દિવસમાં 4થી પ વખત જ ખોલવાનું કયારેક તો ખેડૂતો કલાકોનાં કલાકો રાહ જુએ છે અને જયારે ર0-રણ ખેડૂતો ભેગા થાય ત્યારપછી જ ખોલી આપી. આવી મનમાની સામે ખેડૂતો આંદોલન કરવાનાં મુડમાં છે.
Recent Comments