fbpx
અમરેલી

ઉતરાયણ પર્વ નિમિતે લાયન્સ કલબ ઓફ અમરેલી ( સીટી ) દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વસ્તા જરૂરીયાતમંદ ગરીબ મજુર પરિવારોને ચીકી , નમકીન , બિસ્કિટનું વિતરણ

કલબ લાયન પ્રેસિડેન્ટ રાજેશ માંગરોળીયા , સીનીયર મેમ્બરો લા.એમ.એમ.પટેલ , લા .૨ મેશભાઈ ગોલ , લા.વિનોદભાઈ આદ્રોજા , લા.ભુપતભાઈ ભુવા , કલબ ટ્રેઝરર લા.સાહસ ઉપાધ્યાય ની ઉપસ્થિતી હર હંમેશની જેમ જરૂરીયાતમંદ લોકોની પડખે ઉભી રહેતી તથા સેવાના કાર્યોમાં હંમેશા તત્પર એવી સંસ્થા તેમજ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર એવી લાયન્સ કલબ ઓફ અમરેલી ( સીટી ) દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વસ્તા જરૂરીયાતમંદ , ગરીબ મજુર પરિવારોને ચીકી , નમકીન , બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ અને જરૂરીયાતમંદ પરિવારોમાં ઉતરાયણ પર્વ પહેલા ખુશી વહેચી હતી . સંસ્થા દ્વારા યોજાયેલ વિતરણ સમયે લાયન્સ કલબ પ્રેસિડેન્ટ રાજેશ માંગરોળીયા , લાયન્સ કલબના સીનીયર મેમ્બર લાયન પ્રો.એમ.એમ.પટેલ , લાયન રમેશભાઈ ગોલ , લાયન વિનોદભાઈ આદ્રોજા , લાયન ભુપતભાઈ ભુવા , કલબ ટ્રેઝરર લાયન સાહસ ઉપાધ્યાય અને લાયન્સ કલબના સભ્યો આ તકે ઉપસ્થિત રહયા હતા તેમ લાયન્સ કલબ ઓફ અમરેલી ( સીટી ) ની અખબારી યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts