fbpx
અમરેલી

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકનું સમગ્ર બોર્ડ બીનહરિફ

જીલ્લાના વિકાસમા જીલ્લા બેંકનું અનેરૂ યોગદાન , સમગ્ર બોર્ડ પર અભિનંદન વર્ષા સ્વ.દ્રારકાદાસભાઈ પટેલ એ સોપેલ અમરેલી જીલ્લા બેંકનું સુકાન ચેરમેન દિલીપ સંઘાણી ચરિતાર્થ કરી રહયા છે . જીલ્લા બેંકની અનેક યોજનાઓ એટલી લોકપ્રિય નિવડી કે , કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી . કોરોના હોય કે , કુદરતી આફત વચ્ચે પણ ખેડૂતોને મદદરૂપ બનવાનો પ્રયાસ દિલીપ સંઘાણીની દિર્ધ દ્રષ્ટિનો પરિચય આપી જાય છે , કોરોના સંક્રમણમા રીવોલિંગ ફંડ ખેડૂતોને આર્શિવાદરૂપ નિવડ્યું તે નોંધનીય બાબત છે . મકર સંક્રાંતિના પાવન અવસરે યોજાયેલ જીલ્લા બેંકની બોર્ડ મીટીંગમાં પ્રધાનમંત્રી વિમા સુરક્ષા કવચથી ચાર લાખ પરિવારને સાંકળી લેવાનો કરવામા આવેલ અભૂતપૂર્વ નિર્ણય સમગ્ર દેશમાં પ્રથમ છે ,

આ પ્રમાણે વિમા કવચ લેનાર દેશની પ્રથમ સહકારી સંસ્થા છે જેણે બેંક સાથે સંલગ્ન ખેડૂતો , વેપારીઓ , શ્રમીકો , નાના – મોટા ગ્રાહકો , ડીપોઝીટરો સહિત સૌ કોઈને સાંકળી લીધાનું દિલીપ સંઘાણીએ જણાવેલ . બેંકની બોર્ડ મૂદત પૂર્ણ થતા યોજાયેલ પ્રક્રિયામાં અલગ – અલગ વિભાગો માંથી ફોર્મ ભરાયેલ જેમાં બેંકના વર્તમાન ચેરમેન દિલીપ સંઘાણીના નામની દરખાસ્ત જે.પી.વઘાશીયાએ કરેલ જેને અશ્વિનભાઈ સાવલીયાએ ટેકો આપેલ હતો . અરૂણભાઈ પટેલ , દાદભાઈ વરૂ , ભાવનાબેન ગોંડલીયા , લાલજીભાઈ નાકરાણી , મનીષભાઈ સંઘાણી , બાબુભાઈ સખવાળા , મનજીભાઈ તળાવીયા , યોગેશભાઈ બારૈયા , જીવાજીભાઈ રાઠોડ , વિનુભાઈ રિયાણી , હિરજીભાઈ નવાપરા , કાંતિભાઈ પટોળીયા , માવજીભાઈ ગોલ , મગનભાઈ ભાદાણી , મંજુલાબેન જોશી , મંજુબેન શિયાણી , અરૂણાબેન માલાણી , વિઠ્ઠલભાઈ ગઢીયા , જયભાઈ મસરાણી અને અલ્પાબેન રામાણી સહિત સમગ્ર બોર્ડ બિનહરિફ જાહેર થયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/