fbpx
અમરેલી

ભાજપની કેન્દ્ર સરકારે રજુ કરેલુ બજેટ દિશાવિહીન અને પાયાવિહોણુ છે : વિરજીભાઇ ઠુંમર

ભાજપની કેન્દ્ર સરકારે રજુ કરેલુ બજેટ દિશાવિહીન અને પાયાવિહોણુ છે તેમ જણાવી પુર્વ સાંસદ અને ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે હિન્દુસ્તાનની કે ગુજરાતની જનતાને કોઇ લાભ થશે તેવું દેખાતું નથી . ગુજરાતને થતા અન્યાય ઉપર છાશવારે ભાજપના નેતાઓ નિવેદન કરતાં હતા અને ગુજરાતને થપ્પડ તેવી જાહેરાતો આપી ટીવી મિડીયા અને પ્રેસ મિડીયા મારફત ગુજરાતને બનાવટ કરતા હતા ત્યારે હવે રાજયમાં અને દેશમાં પણ ભાજપની સરકાર છે . ૧૪ વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ગુજરાતને પાંગળું બનાવ્યું તે દેશના વડાપ્રધાન છે ત્યારે ગુજરાતની જનતાને થપ્પડ નહી લાફો માર્યા સમાન છે . કોરોના જેવા ભયંકર વાઇરસથી જનતા પીડાઇ રહી છે અને આ વાઇરસ ગુજરાતમાં લાવવાનું પાપ ટૂંપને લાવીને કર્યું હતું . હિન્દુસ્તાન અને ગુજરાતની પ્રજાને ઇન્કમ સ્લેબમાં લાભ આપશે તેવી આશા હતી તે આશા ઠગારી નિવડી છે . નોકરીયાત વર્ગનૈ પણ કોઇ ટેક્ષમાં રાહત અપાઇ નથી . મોબાઇલ જીવન જરૂરી બન્યો છે મોબાઇલ પાર્ટ અને મોબાઇલ ઉપર ૨.૫ ટકા કસ્ટમડ્યુટી નાખી ચાર્જર અને મોબાઇલ મોંઘા કર્યા છે . ઓટોપાર્ટસ પર કસ્ટમડ્યુટી વધારી પોતાના ધંધા – રોજગાર માટે વાપરતા ઓટો સર્વિસ મોંઘી કરી છે . ર 0૨૨ માં તમામ જનતાને ઘરનું ઘર અપાશે તેવી જાહેરાતો વામણી પુરવાર થઈ રહી છે . ત્રણ ખેતીને લગતા કાળા કાયદા માટે ખેડુતો આંદોલન કરી રહ્યા છે . ૨0૧૨ માં ખેડુતોની આવક બમણી કરવાને બદલે ખેડુત ડબલ કરજદાર બનતો જાય છે તેથી આત્મવિલોપન ના બનાવો ખેડુતોના વધ્યા છે છતાપણ ખેડુતો માટેની કોઇ જાહેરાત આ બજેટમાં નથી તે અંગે પ્રત્યાઘાત આપી લાઠી – બાબરા ધારાસભ્યશ્રી પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે બજેટ જનતાની મશ્કરી સમાન ગણાવ્યું હતું . પેટ્રોલ ડીઝલ અને ગેસ મોંઘા થયા છે અને આ બજેટ પછી પેટ્રોલ ડીઝલ ઉપર સેષ નાખવાથી કારણે હજુ પણ પેટ્રોલ ડીઝલ ગેસ વધારે મોંઘા થશે . ત્યારે હવે ગુજરાતની જનતા જાગે તો જ આનો પ્રત્યુત્તર આપી શકાશે . નાના અને ગરીબ માણસો આ મોંઘવારીમા પીંડાઇ અને રીબાઇ રહ્યા છે તેની કોઇ છુટન જાહેર કરી ગરીબ જનતાને પડયા ઉપર પાટા સમાન આ ભાજપ સરકારનું બજેટ છે તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/