fbpx
અમરેલી

દામનગર બોટાદ ભાવનગર જિલ્લા ના ગ્રામ્ય ને જોડતો અમરેલી જિલ્લા પંચાયત ના કોઝવે ઉપર પુલ બનશે ? “હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી” ચૂંટણી સમયે તારણહાર બનતા કાનુડા ઓ ક્યાં?

દામનગર બોટાદ ભાવનગર બે જિલ્લા ના ગ્રામ્ય જોડતા  અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ના કોઝવે ઉપર પુલ કયારે બનશે ? દામનગર શહેર ની આર્થિક પછાત વસાહત ઠાંસા રોડ મફત પ્લોટ સહિત બે જિલ્લા બોટાદ ભાવનગર જિલ્લા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો ને જોડતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ના બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ની સામાજિક સંસ્થા ઓ પંચાયતો ની અવાર નવાર ની માંગ પછી પણ પુલ બનતો નથી દામનગર શહેર ની આર્થિક પછાત વસાહત ઠાંસા રોડ મફત પ્લોટ પહેલા આવતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ઉપર આવેલ કોઝવે ઉપર વરસાદ ના ચાલતા પાણી થી અવર જવન નો માર્ગ સદંતર બંધ થાય છે અમરેલી જિલ્લા ના ગ્રામ્ય ઠાંસા.મૂળિયાપાટ. સુવાગઢ. બોટાદ જિલ્લા ના ગ્રામ્ય વિકળિયા હડમતીયા ઠોડા લાખાવાડ સહિત ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ના અનેકો ગ્રામ્ય ને જોડતા આ માર્ગ ઉપર આવેલ કોઝવે વરસાદી ચાલતા પાણી ના કારણે દિવસો સુધી રસ્તો બંધ રહે છે અને ગ્રામ્ય વિસ્તારો ભારે હાલાકી ભોગવી લાચાર સ્થિતિ માં મુકાય છે દામનગર શહેરી સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો ની અવર નવાર ની માંગો પછી પણ અમરેલી જિલ્લા પંચાયત આ કોઝવે ઉપર પુલ કેમ નથી બનાવી રહી? ચૂંટણી સમયે ગ્રામ્ય વિસ્તારો ના તારણહાર બનતા નેતા ઓ ક્યાં? સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સહિત અનેકો ગ્રામ્ય અગ્રણી ઓની અવાર નવાર ની લેખિત રજૂઆતો પછી વર્ષો થી પીડાતી ગ્રામ્ય પ્રજા માટે આ કોઝવે ઉપર પુલ બનશે ? કે “હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી” દામનગર શહેર ના ડાયમંડ એશો દ્વારા તત્કાલીન પંચાયત પ્રમુખ હંસાબેન પીઢડીયા વખત થી અવાર નવાર ની માંગ વર્ષો જૂનો પ્રશ્ન જેમ નો તેમ કેમ? 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/