fbpx
અમરેલી

અમરેલી પાલિકાનાં વિવિધ કાર્યો માટે વેરા ચૂકવણીનો નિયમ બનાવાતા રોષ

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકામાં તાજેતરમાં બનેલ ભાજપ શાસિત બોડી ઘ્‍વારા અમરેલી નગરપાલિકા તરફથી આપવામાં આવતા જાહેર હિતનાં દાખલા જેવા કે જન્‍મનું પ્રમાણપત્ર, મરણનું પ્રમાણપત્ર, આવક અંગેનો દાખલો તેમજ અન્‍ય દાખલા આપવામાં આવે છે તેમાં ભાજપ શાસિત નગરપાલિકામાં જે કંઈ પ્રમાણપત્ર મેળવવું હોય તો તે નાગરીકોનાં બાકી નીકળતા વેરા જેવા કે, ઘરવેરા, પાણીવેરા કમ્‍પ્‍લીટ ભરેલા હોવા જોઈએ તો જ આવા પ્રમાણપત્રો મેળવી શકે.

પરંતુ હાલ શાળા ચાલું થવાની હોઈ જેમાં આવક અંગેના દાખલાની જરૂર પડતી હોય તેમજ નાના, નબળા, ગરીબ અને પછાત લોકોને સરકારી સહાય, પ્રસૃતિ અને દવાખાના તેમજ અન્‍ય સરકારી યોજનાઓમાં લાભ મેળવવા ઈચ્‍છતા લોકો માટે આવકનાદાખલાની અત્‍યંત આવશ્‍યકતા જરૂરી હોય છે. તો આવા પ્રસંગોમાં નગરપાલિકાએ પોતાના જડ નિયમ ભભવેરા વસુલાતભભનો આગ્રહ રાખવો જોઈએ નહિ અને સરકાર જો ગરીબ લોકોને મદદરૂપ થતી હોય તો તેમાં સહભાગી થઈને આવકનાં દાખલા આપી દેવા જોઈએ. આવા આવક અંગેના દાખલા માટે વેરા વસુલાત અંગેનો સરકારનો કોઈ આજદિન સુધી પરીપત્ર જાહેર થયેલ નથી. તેમજ જે કોઈ નાગરીક આવકનો દાખલો કે અન્‍ય પ્રમાણપત્રો લેવા માટે આવે છે તેઓની પાસે કદાચ ઘરનું મકાન ન હોય તો તેમને ભાડાચીઠ્ઠી અને ભાડે લીધેલા મકાનોનાં વેરા ભરેલાની પહોચ લાવવી ફરજીયાત કરવામાં આવી છે. તો આ નિયમ અનઘડ હોય તેમજ ગેરવ્‍યાજબી છે અને શહેરી વિસ્‍તારનાં નાગરીકોને હેરાન પરેશાન કરવા માટે જ આવા નિયમો ઘડવામાં આવેલા છે.

તાત્‍કાલીક અસરથી અમરેલી નગરપાલિકામાંથી આવક અંગેના દાખલા માટે વેરા વસુલાત કરવા માટેની કડક ઉઘરાણી માટે આવા વેરા ભરવાના નિયમો સદંતર બંધ કરી તાત્‍કાલીક રીતે બંધ કરવામાં આવે જેથી કરીને ગરીબ, મઘ્‍યમવર્ગીય, પછાત, ઘર વિહોણા, મજૂરી કરનારા નાગરીકોને સદરહું દાખલાઓ મેળવીને સરકારી યોજનાનો, દવાખાનાનો, સ્‍કૂલ, એડમીશનો, સ્‍કોલરશીપ વિગેરે સરકારની વિવિધ યોજનાઓનો સંપૂર્ણપણે લાભ લઈ શકશે. તેમજ આ પ્રશ્‍ને ઘટતુ કરવામાં નહી આવેતો ગાંધી ચિંઘ્‍યા રાહે અહિંસક આંદોલન કરવાની નાછૂટકે અમોને ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/