fbpx
અમરેલી

આરોગ્ય તંત્ર દ્વારા ૯૦૨ કર્મીઓની ટિમ બનાવી ૮૦ સુપરવાઈઝરો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરાયો

આરોગ્ય તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં ૯૦૨ કર્મીઓની ટીમ દ્વારા અને ૮૦ સુપરવાઈઝરના મોનીટરીંગ હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોની અટકાયતના ભાગરૂપે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોની કુલ ૩,૭૧,૮૯૧ વસ્તીના ૭૬,૮૪૫ ઘરોમાંના ૩,૧૨,૬૭૦ પાત્રોનો સર્વે કરી કુલ ૪૪૦૨ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૧૪૮ લોહીના નમુના લેવામાં આવ્યા હતા.

મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીયે :

દર રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે માત્ર ૧૦ મિનિટ ફાળવો. આપના ઘરની અંદર તથા ઘરની આસપાસ ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખો. બિનઉપયોગી પાણી ભરાયેલું હોય તો તેનો નિકાલ કરવો. આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓને જણાવવી. માત્ર ૧૦ મિનિટ આપને તથા આપના પરિવારને વાહકજન્ય રોગોથી બચાવશે.જે અંગેનો લોકોમાં પ્રચાર-પ્રસાર બહોળા પ્રમાણમાં કરવા અને રોગ અટકાયત પગલાં માટે લોકોનો સંપુર્ણ સહકાર મળી રહે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/