fbpx
અમરેલી

સમગ્ર અમરેલી જિલ્લામાં આઇસીડીએસ શાખા દ્વારા પોષણ માસની દબદબાભેર ઉજવણી

હાલ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની અમરેલી આઇસીડીએસ શાખા દ્વારા ૧ લી સપ્ટેમ્બરથી ૩૦ મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી શરુ છે. જેના અનુસંધાને જિલ્લામાં તથા ઘટક કક્ષાએ રોજબરોજ રાજ્ય કક્ષાએથી સૂચિત થીમ મુજબ આંગણવાડી કેન્દ્રો પર આરોગ્ય શાખા, આર્યુવેદ શાખા, ખેતીવાડી શાખા તથા બાગાયત શાખા તેમજ સંબધીત અન્ય શાખાઓના સંકલનથી પોષણમાસની ઉજવણી થઇ રહી છે.

આ અંગે વધુ માહિતી આપતા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટએ જણાવ્યું હતું કે જિલ્લામાં પોષણ માસ ઉજવણી અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર લાભાર્થી બહેનો, સગર્ભા, ધાત્રી કિશોરીઓ તથા ૬ માસ થી ૩ વર્ષના બાળકોને  ટેક હોમ રેશન અને ૩ વર્ષથી ૬ વર્ષના બાળકોને સુખડી વિતરણ કરવામા આવ્યું હતું. તેમજ ૦ થી ૬ વર્ષના તમામ બાળકોના વજન તથા ઉંચાઇ કરી SAM બાળકોની ઓળખ કરી જરૂર જણાયે CMTC/NRC પર રીફર કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. આવા બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાના ઘરે આશા અને આંગણવાડી કાર્યકર દ્વારા સંયુક્ત મુલાકાત દરમિયાન પરામર્શ કરવામા આવે છે. કિશોરીઓનું એનેમિયાનું સ્ક્રિનીંગ કરી નોર્મ મુજબ IFA ગોળીઓ પુરી પાડવામા આવે છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે તાજેતરમાં આંગણવાડી કાર્યકરો દ્વારા પૌષ્ટિક વાનગી હરીફાઇ કરવામા આવી હતી. જેમાં બાલશક્તિ,માતૃ શક્તિ,પૂર્ણા શક્તિ દ્વારા બનાવવામાં આવતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ જેવી કે, સુખડી, શિરો, લાડુ, ઉપમા, કેક, ભાખરી, ઢોકળા, ચક્રી, પુરી વગેરે દ્વારા THRના વધુમા વધુ ઉપયોગ માટે પ્રોત્સાહન આપવામા આવી રહ્યું છે. તેમજ લાભાર્થીઓને આના ઉપયોગથી મળતા પોષણ તથા બનાવવાની રીતો વિશે માહીતી આપવામા આવી રહી છે.

આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયતો અને જાહેર સ્થળોમાં વ્રુક્ષારોપણ કરવાની કામગીરી થઇ રહી છે. આયુષ દ્વારા આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી તથા ઓફીસ કર્મચારીઓને પોષણ માટે યોગ વેબિનાર યોજી યોગ વિશે સમજ આપવામાં આવી હતી. આવનારા દિવસોમાં બાળકોનું સ્ક્રીનીગ કરી અતિ કુપોષિત બાળકોને શોધીને ન્યુટ્રીશન ખોરાક પુરો પાડવા અંગે આયોજન કરવામા આવશે. જિલ્લા કલેક્ટરશ્રીની સુચના મુજબ પોષણ માસ અંતર્ગત કોવિડ રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામા આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/