fbpx
અમરેલી

મધ્યાહ્ન ભોજન યોજના આશા વર્કર એસટી પાણી પુરવઠા સહિત ના પડતર પ્રશ્નો માટે અમરેલી જિલ્લાના ૧૦૦૦ કામદારો ગાંધીનગર ખાતે રેલીમાં જોડાયા

ગાંધીનગર તા.૯  મધ્યાહ્ન ભોજન યોજના  આશા વર્કર એસટી પાણી પુરવઠા સહિત ના  પડતર પ્રશ્નો માટે અમરેલી જિલ્લાના ૧૦૦૦ કામદારો ગાંધીનગર ખાતે રેલીમાં જોડાયાગાંધીનગર તા.૯ મીના રોજ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘ (ગુજરાત રાજ્ય)ના આદેશ અનુસાર અસંગઠીત કામદારોના પડતર પ્રશ્નોના નિકાલ માટે યોજવામાં આવેલ રેલી અને મહાસભામાં અમરેલી જિલ્લામાંથી પીએમપોષણ (મ.ભો.યો.)ના એક હજાર કામદારો ભાગ લેવા ગાંધીનગર માં હાજરી. આપી

મુખ્ય માંગણી વેતન વધારા સાથે અનેક પ્રશ્નો પડતર છે જેવા કે, કોરોના કાળ દરમિયાન ચાલુ ફરજે અવસાન પામેલ મધ્યાહ્ન ભોજન યોજનાના કામદારોને વળતર ચુકવવું, ફૂડ સિક્યુરિટી એકટ મુજબ અનાજ વિતરણ કરવા સબબ પરિવહન ખર્ચ ચુકવવો, તાલુકા કક્ષાએ ખાલી બારદાન-ટીનની રકમ વસુલાતના બહાને થતાં ઉઘરાણાં બંધ કરાવવા 
એનજીઓની માફક સુખડી બનાવવા માટે વધારાના ૧૦ ગ્રામ બાળકદીઠ ખાદ્યતેલ આપવું અને હપ્તે હપ્તે ચુકવાતું વેતન એક સાથે ચુકવવું જેવા પેચીદા પ્રશ્નો છેલ્લા બે વર્ષથી રજુઆત મ.ભો.યો. કર્મચારી સંઘ (ગુજરાત રાજ્ય) દ્વારા અવારનવાર કરવા છતાં સરકાર તરફથી કોઈ નિરાકરણ નહીં થતાં ભારતીય મજદૂર સંઘ પ્રેરિત જનઆક્રોશ રેલી તથા મહાસભામાં ગાંધીનગર મુકામે સત્યાગ્રહ છાવણી ખાતે બપોરના ૧ કલાકે અમરેલી જિલ્લામાંથી બહોળી સંખ્યામાં મ.ભો.યો.ના કામદારો હાજર રહી ઉગ્ર વિરોધ દર્શાવશે. એવી મ.ભો.યો. કર્મચારી સંઘ (ગુજરાત રાજ્ય)ના મહામંત્રી અને અમરેલી જિલ્લા મ.ભો.યો. કર્મચારી મંડળના પ્રમુખ હસુભાઈ જોષીની યાદી માં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/