fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “બોલો સરકાર” – મેનીફેસ્ટો નિર્માણ અને જનસંપર્ક અભિયાન કાર્યક્રમ નું આયોજન

અમરેલી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો સમિતિ દ્વારા આગામી તારીખ 26/08 /2022 ને શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, જુના માર્કેટીંગ યાર્ડની અંદર ,અમરેલી ખાતે “મેનિફેસ્ટો સંવાદ અભિયાન “અને “જનસંપર્ક અભિયાન” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.

લોકશાહીમાં પ્રજા જ માલિક છે. પ્રજા જ રાજા છે. અને પ્રજા જ સરકાર છે. જનતા ની શું માંગ છે ?તેમની શું તકલીફ છે? તેમની શું ફરિયાદો છે? તેમની શું અપેક્ષાઓ છે? અને તેમના પ્રતિનિધિ તરીકે નેતાઓ અને રાજકીય પક્ષોની શું જવાબદારી છે એ બધું જ ભાજપે ભુલાવી દીધું છે.

લોકશાહીના મૂલ્યો માનનારી દેશની સૌથી જૂની, સૌથી મોટી અને જવાબદાર રાજકીય પાર્ટી તરીકે કોંગ્રેસ આવનારી વિધાનસભા ચૂંટણીમાં હંમેશાની જેમ પોતાના મેનિફેસ્ટો માં જનતા અને તેમના મુદ્દાઓને પ્રાધાન્ય આપશે જનતાની વચ્ચે જઈને તેમના સૂચનો મેળવીને મેનિફેસ્ટો બનાવશે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, અમરેલીના ધારાસભ્ય શ્રી અને પૂર્વ નેતા વિપક્ષ માનનીય શ્રી પરેશભાઈ ધાનાણી, લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર, સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઇ દુધાત, રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ
મેતલીયા ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદ્દેદાર શ્રીઓ, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઓ તથા હોદેદાર શ્રીઓ, અમરેલી જિલ્લાના પ્રદેશ સમિતિના હોદ્દેદાર શ્રીઓ ,કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્યઓ ,જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલ તથા ચૂંટણી લડેલા ઉમેદવારો ,યુવક કોંગ્રેસ – મહિલા કોંગ્રેસ – N.S.U.I.સહિત કોંગ્રેસ પક્ષના તમામ સેલ – ફ્રન્ટલ ના જિલ્લા પ્રમુખ શ્રી ઓ તથા તમામ હોદ્દેદારો શ્રી ઓ,તાલુકા પંચાયત અને નગરપાલિકા જીતેલા/ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત જિલ્લાભરના કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરોને ખાસ ઉપસ્થિત રહેવા અમરેલી જિલ્લા કોંગ્રેસ મેનિફેસ્ટો સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયત અમરેલી ના નેતા વિપક્ષ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા જણાવવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં વિવિધ સમૂહના લોકો જેવા કે અસંગઠિત ક્ષેત્રના કામદારો ,કિસાનો ,મજૂરો ,નાના – મધ્યમ કક્ષાના વેપારીઓ ,વેપારી મંડળ ,ટ્રેડ યુનિયનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ,એનજીઓ ,આંગણવાડી વર્કરો ,સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો, ફિક્સ પગારદારો, નોકરીની શોધમાં તત્પર યુવાનો ,પરંપરાગત સુથારીકામ – લુહારી કામ – કડિયા કામ માટે ના કારીગરો, વિધાર્થીઓ સહિતના ના લોકો ને પોતપોતાના ક્ષેત્રના પ્રશ્નો સાથે ખાસ ઉપસ્થિત રહેવા દરેક કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો ને જેહમત ઉઠાવવા શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.


ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનતાને કેન્દ્રમાં રાખી રાજનીતિ કરવાની અને વર્તમાન સરકારને યાદ અપાવીએ કે સરકારે કોઈ રાજા રજવાડા કે વ્યક્તિગત જાગીર કે કોઈ હકુમત નથી. લોકશાહી પ્રત્યે આપણી ઉદાસીનતા દૂર કરીએ અને આપણા સૌના સ્પર્શતા મુદ્દાઓ ને પ્રાધાન્ય આપવા બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેવા શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા અંત માં જણાવવા માં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/