કરજાળા પ્રાથમિક શાળા તાલુકો : સાવરકુંડલા ખાતે ઇનોવેટિવ પેડાગોજી શેરિંગ વર્કશોપનું આયોજન

શ્રી કરજાળા પ્રાથમિક શાળા તાલુકો : સાવરકુંડલા ખાતે ઇનોવેટિવ પેડાગોજી શેરિંગ વર્કશોપ અંતર્ગત શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મૈયાણી સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવેશભાઈ બોરીસાગર, સાવરકુંડલા BRC દર્શનાબેન જોષી, ડાયટ માંથી લાયઝન અધિકારી કાર્તિકભાઈ વ્યાસ, CRC કૃતિકાબેન ત્રિવેદી તેમજ 30 જેટલી SOE શાળાના આચાર્યોએ આજે કરજાળા પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી.
મૈયાણી સાહેબે પોઝિટિવ વાતાવરણ માં શિક્ષણ કઈ રીતે અસરકારક બને તે અંગે વિગતવાર સમજ આપી હતી. સોલંકી સાહેબે ધોરણ 8 ના વર્ગની મુલાકાત લઇ બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી. તેમજ દરેક શાળાના આચાર્યોએ પોતાના ઇનોવેટીવ વિચારો રજૂ કરીને ગુણવત્તા સભર શિક્ષણ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કાર્તિકભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ મુકેશભાઈ કથીરીયાના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ પરિવારે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સુંદર આયોજન કર્યું હતું.
Recent Comments