fbpx
અમરેલી

જાફરબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં યોજાયેલ નારીઓના શૃંગાર સમાં સાડી ડે અને ભાઈઓ માટે ઇન શર્ટ ડેની ઉજવણી

       મહિલાઓનો શૃંગાર સમો પહેરવેશ એટલે સાડી.જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં આપણી સંસ્કૃતિ,  આપણા પવિત્ર અને સન્માનીય પહેરવેશ તથા નારીઓના શૃંગાર એવી સાડીનું મહત્વ બાળાઓ બાલ્યાવસ્થાથી જ સમજે અને પશ્ચિમી સંસ્કૃતિથી બચે એવા ઉમદા હેતુ સાથે શાળામાં સાડી ડે તથા ભાઈઓ માટે પણ આદર્શ દેખાવ માટે ઇન શર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાની બાળાઓ કચ્છી, બાંધણી, અને નૌ રંગી એમ વિવિધ પ્રકારની વિવિધ પ્રકારની ગુજરાતી સાડીમાં સજ્જ થઈને આવી હતી. માત્ર પ્રવૃત્તિ જ નહિ પણ વિવિધ વિસ્તારના, વિવિધ સમાજના તથા વિવિધ ધર્મના લોકોના પોષક શાળામાં જોવા મળ્યા હતાં,

જે બાળકને ચાર દીવાલની બહાર ઘણું બધું શીખવી જાય છે. શાળાના આચાર્ય શ્રી કિશનભાઇ ડોડિયાએ સાડીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આપણા બધા જ માતાજી સાડીના શૃંગારમાં છે. આપણાં દેશની રાણી લક્ષ્મીબાઈથી લઈને દરેક આદર્શ નારીઓ હંમેશા સાડીમાં જ સજ્જ જોવા મળે છે. તથા ભાઈઓને પણ જ્ઞાન સમોવડિયા પોશાકની વાત કરતા કહ્યું હતું કે ભાઈઓએ પણ સારા અને સ્વચ્છ કપડા ઈન શર્ટ સાથે પહેરવાથી આપણને સૌ સ્વીકારે છે તેવી વાત કરી હતી. આદર્શ પોષક, બાળકોમાં સ્વચ્છતા અને સુઘડતા જેવા મૂલ્ય લક્ષી ગુણો વિકસાવતા આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના શિક્ષકશ્રી મુકેશભાઇ પ્રજાપતિએ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/