fbpx
અમરેલી

કલ આજ ઔર કલ જેને કદાચ શિષ્ટ ભાષામાં જનરેશન ગેપ પણ કહેતા હશું..!! (જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચેનું વૈચારિક, વ્યાવહારિક અંતર. 

જનરેશન ૧ — આખા વર્ષનાં ઘઉં ભરી લઈએ એટલે શાંતિ! હવે તો આમ પણ સાફ કરેલા જ આવે છે, ક્યાં અગાઉની જેમ ચાળી, વીણી કે મોઈને ભરવાની મહેનત કરવાની છે?

જનરેશન ૨.૦ — હવે બધા લોટ તૈયાર મળે છે તો, ઘઉં ભરવાની કે સાચવવાની શું જરૂર છે? વળી, મોંઘા ભાવનાં ઘઉં બગડી જાય એટલે કેટલું બધું નુકસાન થાય.. એવી ઝંઝટ કરવાની જ શામાટે?

જનરેશન ૧ —  અમે તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આખા ૩ મહિના વેફર, મમરી, મસાલા, અથાણાં આ બધું પૂરું કરવામાં કાઢતાં ત્યારે આખું વર્ષ બધા સ્વાદ લઇ એ ખાઇ શકતા

જનરેશન ૨.૦ — આવું બધું બનાવી, ખાઈને, હેલ્થ બગાડવી જ શું કામે? અને જો શોખથી કક્યારેક ખાવાની ઈચ્છા થાય તો તૈયાર કયાં નથી મળતા?

જનરેશન ૧ — બાળકોને ઇંગ્લીશ મીડીયમમાં શા માટે ભણાવવા જોઈએ? એક તો તમે બધા વિષય ઘરે ભણાવી ન શકો એટલે સાથે ટયુશન રાખવાના. એમ તો છોકરું ક્યાં સુધી આગળ જવાનું?

જનરેશન ૨.૦ – આજકાલ કોઈ ગુજરાતીમાં ભણે છે? ઈંગ્લીશ કેટલું જરૂરી થઇ ગયું છે એ તમને ન ખબર પડે, ઇંગ્લીશ મીડીયમમાં ન મુકીએ એટલે બાળક તો પાછળ જ રહી જાય ને.

જનરેશન ૧ – અમારા તો બધાં જ બાળકો ગુજરાતીમાં જ ભણ્યા છે. એ કયાં પાછળ રહી ગયા છે?

જનરેશન ૨.૦ – તમે ગમે એ કહો ફેર તો પડે જ.. આ તો એમના અને અમારા નસીબ સારા તે એમની પાસે નોકરી છે બાકી, ઇંગ્લીશમાં ભણ્યા હોત તો કયાંના ક્યાં પહોંચી ગયા હોત.

જનરેશન ૧ — અબકડ … અબકડ  …અબકડ .

જનરેશન ૨. ૦– ABCD ABCD ABCD.. 

જનરેશન ૧ — આટલું મોંઘું ભણતર અને તેના માટે કેટલું દૂર ભણવા જવાનું, ખબર નહીં હજી આગળ કેટલું ભણશે છોકરાઓ?

જનરેશન ૨.૦– બાળકો માટે સારી જોબ ઓપોર્ચ્યુનિટી (નોકરીની તક) જોઈએ તો, એમને મોટી સંસ્થામાં, ઊંચા અભ્યાસક્રમોમાં તો ભણાવવા જ પડે.

જનરેશન ૩.૦–નોકરીમાં કંઈ નથી વળવાનું. હા, વિદેશમાં મળે તો કરવાની બાકી, અહીં જ રહેવાનું થશે તો, કોઈ સ્ટાર્ટ-અપ કરવાનું વિચારીશું.

 આવા સંવાદો કંઈ નવા નથી.. છેલ્લા ઘણાં સમયથી બે પેઢી વચ્ચેનું વૈચારિક અંતર વધતું જાય છે અને બદલતાં સમય પ્રમાણે બદલતું રહેવું એ પણ જીવનનું એક અનોખું સૌંદર્ય જ ગણાય.. જો કે જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે તેમ તેમ જગત બદલાઈ રહ્યું છે. માનવીય જીવન અને માનવીય વહેવારો પણ બદલતાં રહ્યાં છે.. પરંતુ એક સમય એવો પણ આવશે આ વર્ચ્યુઅલ ભ્રાંતિઓ ભાંગી જશે કારણ કે પૃથ્વી નારંગી જેવી ગોળ છે.. એટલે એક સમયે ફરી પાછા ત્યાંને ત્યાં..!!! કદાચ એ સમય વર્ષો કે સૈકાઓ બાદ પણ આવે..પણ આવશે જરૂર કારણકે પૃથ્વી ગોળ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/