ભાવનગર જિલ્લામા ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૮૦ કેસો પૈકી ૭૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર જિલ્લામા આજરોજ ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૨૮૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામ ખાતે ૧, સિહોરખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પીપળી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે ૧ તથા ગારીયાધારતાલુકાના શિવેન્દ્રનગર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલકરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતાતેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતાઅને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટેહોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમઆઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૫,૨૮૦ કેસ પૈકી હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૧૩૧ દર્દીઓનેડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.
Recent Comments