fbpx
ભાવનગર

નવરાત્રીના ગરબાના આનંદ સાથે મતદાન જાગૃતિ અભિયાન

રાજ્ય વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં થવાં જઇ રહી છે ત્યારે તેને લઇને તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

        અત્યારે નવરાત્રી મહોત્સવ રાજ્યભરમાં ચાલી રહ્યો તે અંતર્ગત ગરબાની રમઝટ વચ્ચે લોકશાહીના અવસરને પણ ન ભૂલાય તે રીતે તે અંગેની જાગૃતિ લાવવાં માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવીને મતદાન અને તેના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી રહી છે.

        નવરાત્રી મહોત્સવ તથા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શેઠ ટી. બી. જૈન ગર્લ્સ હાઈસ્કૂલ, ભાવનગર શાળાકીય નવરાત્રી આયોજન, મતદાર સાક્ષારતા કલબ દ્રારા મતદાન જાગૃતિ અંગેનો પ્રચાર-પ્રસાર નવરાત્રીની ઉજવણી સાથે આયોજિત  કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્તમ રીતે ભાગ લઈ સાથે મતદાનની જાગૃતિ માટેનો પ્રચાર કર્યો હતો.

        તો આ સાથે જે.કે. ચોટાલા હાઇસ્કૂલ, કાંત્રોડી હાઇસ્કૂલ, મહુવાની સથરા હાઇસ્કૂલમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

આ મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ’ મારો મત- મારી ઓળખ’, મતદાન એ મારો અધિકાર છે અને મતદાનએ લોકશાહીનો પ્રાણ છે તે વિષયે વિશદ સમજ આપવામાં આવી હતી.

        આ ઉપરાંત સારા, સાચા અને લોકશાહીને સમજે તેવાં શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરવાં માટેની અપીલ કરવામાં આવી હતી.

        આ મતદાર જાગતિ કાર્યક્રમમાં દરેક મતદારે મતદાન અવશ્ય કરવું જોઇએ. એક મત પણ અમૂલ્ય હોય છે તેની સમજ આપીને એક મતથી કેવું પરિવર્તન આવી શકે છે તેની સમજ સાથે સૌ આ લોકશાહીના અવસરમાં સહભાગી થાય તે માટેની સમજ પણ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/