fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મયોગીઓએ પોતાની કચેરીએથી ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી 

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૧૪ અને ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી સહિતના જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા  પોતાની ઓફિસોમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, તેમજ બહુમાળીમાં આવેલ વિવિધ જિલ્લા કચેરીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.વિકાસ સપ્તાહ અંતર્ગત ૦૯ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. તા.૧૦, ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતના વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ સહિતના નાગરિકો જોડાશે.

Follow Me:

Related Posts