fbpx
બોલિવૂડ

ટૂંક સમયમાં ફરહાન અખ્તર લાવશે ‘તુફાન’, શેર કર્યું પોસ્ટ

બૉલીવુડ એક્ટર ફરહાન અખ્તર વર્ષમાં એકાદ ફિલ્મો જ કરે છે પરંતુ એ વાત તો ચોક્કસ કહેવી પડે કે તેની એક્ટિંગ એટલી દમદાર હોય છે કે તેમની મહેનત અને આપણા ટિકિટના પૈસા વસુલ થઇ જાય. ભાગ મિલ્ખા ભાગ બાદથી જ ફરહાન અખ્તરને બોયોપીક સ્પેશિયલ મટીરીયલ તરીકે જાણીતા થઇ ગયા. તેઓ જે રીતે પોતાના કેરેક્ટરમાં ઢળી જાય છે તેવું કદાચ જ કોઈ બીજાે અભિનેતા કરી શકતો હશે. હવે ફરહાન રૂપેરી પડદે તુફાન મચાવવાની તૈયારીમાં છે. તેમને એકવાર ફરી ભાગ મિલ્ખા ભાગના ડાયરેક્ટર ઓમપ્રકાશ મેહરા સાથે હાથ મિલાવ્યો છે. તેઓ ઘણા સમયથી પોતાની આગામી ફિલ્મ ‘તુફાન’નું શૂટિંગ કરી રહ્યા હતા.
ફરહાને પોતાની એક તુફાની ફોટો શેર કરી હતી, ફોટોમાં ફરહાન બોક્સિંગ ગ્લવ્સ પહેરેલ જાેવા મળી રહ્યો છે અને બોક્સરની સ્ટાઈલમાં પોસ કરેલ છે. ફોટોની સાથે તેમણે લખ્યું છે કે જયારે તમારે ૨૪ કાલા ને સાતેય દિવસ બોક્સિંગના દાવપેચ જ કરવાના હોય છે, એવામાં એક તુફાની પોસ્ટ તો કરી વી પડે. મારા તરફથી સૌને ક્રિસ્મસની શુભેચ્છાઓ. આ પહેલી વાર નથી જયારે ફરહાને પોતાની તુફાની ફોટો શેર કરી હોય. જ્યારથી તેમણે આ ફિલ્મ માટે કામ શરૂ કર્યું છે તેમનો અંદાજ સાવ બદલાઈ ગયો છે. તેઓ સતત ફિલ્મના સેટ પરથી ફોટોઝ શેર કરતા રહે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે એક પ્રોફેશનલ બોક્સર બનવા માટે ફરહાન સીધા જ અસલી બોક્સર સાથે પ્રેક્ટિસ કરે છે. તેઓ સીધા જ તેમને ટક્કર આપે છે અને દાવપેચ શીખે છે. જણાવી દઈએ કે ફરહાન અખ્તરની ફિલ્મ તુફાન ઓક્ટોબર ૨૦૨૦માં રિલીઝ થવાની હતી. ફરહાને પોતે તેની જાહેરાત કરી હતી, પરંતુ કોરોના વાયરસને કારણે રિલીઝ ન થઇ શકી. હવે આશા છે કે ફરહાનની તુફાન આગામી વર્ષે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં ફરહાનનો લૂક જાેઈને ફેન્સ ઘણા જ ઉત્સાહિત છે અને લાગી રહ્યું છે કે ફરહાન ફરી એક વાર મોટો ધમાકો કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/