fbpx
ગુજરાત

કોરોનાની સ્થિતિ જાેયા બાદ રથયાત્રા અંગે ર્નિણય લેવાશેઃ પ્રદિપસિંહ જાડેજા

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને હજુ અસમંજસની સ્થિતિ છે ત્યારે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ફરી એક વખત રથયાત્રા યોજવા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. પ્રદીપસિંહે જણાવ્યું કે, ‘રથયાત્રા સાથે અનેક લોકોની આસ્થા જાેડાયેલી છે. કોરોનાની બીજી લહેર આપણે સૌએ જાેઇ છે. રથયાત્રા યોજવા મુદ્દે ટ્રસ્ટી અને અધિકારીઓ સાથે ચર્ચા થઇ છે. સરકાર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. ૧૨ જુલાઇએ કોરોનાની શું સ્થિતિ છે તે જાેઇને જ સરકાર રથયાત્રા અંગે ર્નિણય લેશે.’

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને નિવેદન આપતા જણાવ્યું છે કે, ’૫૩ હજાર આંગણવાડીના ૧૪ લાખ બાળકોને ૩૬ કરોડ ના ખર્ચે ૨ જાેડી ગણવેશ આપવામાં આવ્યાં. રાજ્યના જુદા જુદા જિલ્લામાં મંત્રી સહિતના આગેવાનો.ની ઉપસ્થિતિમાં પૂર્ણ કર્યો. બાળકની ૩થી ૬ વર્ષની ઉંમર એવી હોય છે જેમાં તેની સાથેના વ્યવહારની એક છબી બને છે આવી ભાવનાથી સીએમ અને વિભાગ ન મંત્રી એ આજથી આ યોજના શરૂ કરી છે.’

વધુમાં વેક્સિનેશન અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘કોરોના સંક્રમણના બીજા તબક્કામાં સેકન્ડ વેવની અસર ઘટી રહી છે. વેક્સિનેશન પુરજાેશમાં ચાલે છે. ત્રીજી વેવને નિવારવા માટે અમે કટિબદ્ધ છીએ. રાજ્યમાં વેક્સિનેશનને લઇને ક્યાંય અવ્યવસ્થા પણ જાેવા મળી છે. તે અવ્યવસ્થા ન સર્જાય તેનું જરૂરી આયોજન પણ અમે કરીશું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/