fbpx
ગુજરાત

સુરતમાં આરોપી વૈભવના મોબાઈલમાંથી રેપનો વિડીયો મળ્યો


સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય માધુરી ( નામ બદલ્યું છે)ને સચીન કુકડિયા નામના યુવક સાથે સોશિયલ સાઈટ પર મિત્રતા થઈ હતી. સચીન અને તેના મિત્ર કિશન ડાભી માધુરીને સરથાણામાં અવધ વાઈસરોય કોમ્પ્લેક્સના એક કાફેમાં લઈ ગયો હતો. ત્યાં કપલ બોક્સમાં સચીને માધુરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન બળાત્કારનો વીડિયો પણ બનાવી લીધો હતો. તે વીડિયોના આધારે વૈભવ બગદરીયાએ માધુરીને બ્લેકમેલ કરીને મિત્રતા કરવા કહ્યું હતું. માધુરીએ મિત્રતાની ના પાડતા વૈભવે વીડિયો વાઈરલ કરી દીધો હતો. આ ગુનામાં પોલીસે સચીન કુકડિયા ઉપરાંત આરોપી કિશન ડાભી અને વૈભવ બગદરીયાની પહેલા ધરપકડ કરી હતી. ત્યાર બાદ કાલે સંચાલક વિનોદ ખાટીકની ધરપકડ કરી હતી.

તેથી સરથાણા પોલીસે આરોપી મયુર જીવરાજ ધારૈયા( ૨૩ વર્ષ, રહે, જલારામ એપાર્ટમેન્ટ, વિરામનગર સોસાયટી,કતારગામ) અને જગ્ગુ ઉર્ફ લાલો નાનજી પરમાર( ૨૬ વર્ષ, રહે,સરસ્વતી એપાર્ટમેન્ટ, વિરામનગર, કતારગામ)ની અટકાયત કરી છે. આરોપી મસુર વૈભવનો મિત્ર છે. આ કેસમાં અત્યારસુધીમાં કુલ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. માધુરીએ પોલીસને જણાવ્યું હતું કે, વીડિયો બતાવીને મયુર અને લાલાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ વીડિયોના આધારે તેને વારંવાર બ્લેકમેલ કરાતી હતી.

વૈભવે મયુરને તે વીડિયો આપ્યો અને મયુરે લાલાને આ વીડિયો આપ્યો હતો. બંનેએ માધુરીને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો હતો. મયુર રિક્ષા ચલાવે છે અને લાલો રત્ન કલાકાર છે. બીજી તરફ વૈભવના અન્ય ફોનમાંથી માધુરીના બળાત્કારનો વીડિયો મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી. આ કેસમાં આ વીડિયો મહત્વનો પુરાવો પુરવાર થાય એમ છે. વધુમાં હવસખોરની ગેંગ કિશોરીને વારંવાર બ્લેકમેલ કરતા હતા.કતારગામની ૧૬ વર્ષીય કિશોરીને સરથાણામાં લઈ જઈને બળાત્કાર ગુજારીને તેનો વીડિયો ઉતારવાનાં બનાવમાં રોજ નવી-નવી બાબતો સામે આવી રહી છે. કિશોરી સાથે વધુ ૨ નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવ્યા બાદ પહેલા પકડાયેલા વૈભવના એક ફોનમાંથી કિશોરી સાથે ગુજારવાનાં આવેલ બળાત્કારનો વીડિયો મળી આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/