fbpx
ગુજરાત

કલોલમાં રહેતા શિક્ષિકાનું અપહરણ કરી તેમને ગોળગોળ ફેરવી છોડી મૂક્યાની ફરિયાદ

કલોલનાં પંચવટી વિસ્તાર સ્થિત સરસ્વતી સોસાયટીમાં રહેતા અને છત્રાલ જીઆઇડીસીમાં ફેકટરી ધરાવતા પ્રદિપભાઇ રસ્તોગીનાં ૫૬ વર્ષિય પત્નિ અલ્કાબેન મહેસાણાની એક સ્કુલમાં વર્ષ ૨૦૧૪થી શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. આ પરીવાર મુળ હરીયાણાનો વતની છે. બંને દિકરીઓનાં લગ્ન બાદ પ્રદિપભાઇ તથા અલ્કાબેન એકલા રહે છે. પ્રદિપભાઇ દિવસ દરમિયાન ફેકટરી પર હોય છે. અલ્કાબેને કલોલ શહેર પોલીસ સ્ટેશમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે ગત તા ૩૦મી માર્ચનાં રોજ બપોર બાદ ઘરે એકલા હતા ત્યારે ૩ વાગ્યે ડોરબેલ વાગ્યો હતો અને બહાર એક છોકરો ઉભો હતો. જે સોલાર પેનલની રીડીંગમાં તકલીફ હોવાથી કમ્પ્લેઇન મળી હોવાથી આવ્યો હોવાનું જણાવતા અલ્કાબેને દરવાજાે ખોલ્યો હતો. જેની થોડીવારમાં અન્ય ૫ યુવાનો ઘુસી ગયા હતા અને દરવાજાે બંધ કરીને અલ્કાબેનનાં હાથ-પગ બાંધી દઇને બુમો ન પાડી શકે તે માટે મો-માં કપડુ ભરાવી દઇને સેલોટેપ મારી દીધી હતી અને માથા પર પણ કાળી ટોપી પહેરાવી દીધી હતી.

લોકરની ચાવી માંગતા પતિ પાસે હોવાનું જણાવ્યુ હતુ. ૭ વાગ્યાનાં અરસામાં અલ્કાબેનને કારમાં અપહરણ કરી જઇને આશરે એક કલાક કાર ચલાવ્યા બાદ એક મેદાનમાં છોડી દીધા હતા. અલ્કાબેને જેમ તેમ કરીને મો ખોલીને જાેતા એક છોકરો થોડે દુર ઉભો હતો અને થોડીવારમાં અન્ય બે યુવાનો પણ આવી પહોચ્યા હતા અને આ બાબતે ત્યારબાદ પણ આશરે ૪ કલાક બેસાડી રાખ્યા હતા અને બાદમાં ફરી કારમાં બેસાડીને અજાણી જગ્યાએ લઇ ગયા હતા એકાદ કલાક બાદ બાંધેલી હાલતમાં જમીન પર છોડી દીધા હતા. જે આશરે રાત્રે ૪ વાગ્યાનો સમય હતો. અલ્કાબેને પોતાની જાતને ખોલીને પાસેનાં હાઇ-વે પર દોડી ગયા હતા અને એક મહિલા મળતા પોતે કલોલમાં જ હોવાની ખબર પડી હતી. સ્વામીનારાયણ મંદિર પાસે ગાયત્રી મંદિર પાસે પહોચીને એક ભાઇનાં મોબાઇલમાંથી પતિને ફોન કરતા ઘરે લઇ ગયા હતા. અને સમગ્ર ઘટના જણાવી ફરીયાદ નોંધાવી હતી. અલ્કાબેનની ફરિયાદ પ્રમાણે પોતે સોનાની આશરે ૫.૫ તોલાની બંગડીઓ, હાથે વીંટીઓ તથા કાનમાં બુટ્ટીઓ તથા શેરો પહેરેલી હતી.

આ ઉપરાંત ઘરમાં પણ દાગીના તથા રોકડ હતી. બધુ જ સલામત રહેવા દીધુ હતુ. આરોપીઓએ કયાં હેતુથી અપહરણ કર્યુ તે પોતે પણ ન જાણતા નથી. ઘરમાં બંધ હતા ત્યારે અલ્કાબેનની દિકરીનો વારંવાર ફોન આવતા એક શખ્સે અલ્કાબેનને તેઓ બિમાર હોવાનું તથા પછી ફોન કરવા જણાવવાનું કહ્યુ હતુ અને થોડીવાર બાદ પતિનાં ફોન આવવા લાગતા તેમને ફોન કરાવીને હવે તબીયત સારી હોવાથી ઘરે આવવાની જરૂર ન હોવાનું જણાવવા કહ્યુ હતુ.કલોલનાં પંચવટી વિસ્તારમાં રહેતા મહિલા શિક્ષિકા દ્વારા છ અજાણ્યા શખ્સો સામે પોતાનાં ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને હાથ-પગ બાંધી તથા મોમાં ડુચો ભરાવીને કારમાં અપહરણ કરીને વિવિધ જગ્યાએ ફેરવીને છોડી દેવાની ફરીયાદ નોંધાવાઈ છે. જાે કે અપહરણકર્તાઓ દ્વારા આવું શા માટે કરવામાં આવ્યું તે પિડીતાને પણ ખબર નથી. પોલીસે રહસ્યમય કેસની તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/