fbpx
ગુજરાત

ગાંધીનગરના યુવાન આખરે એજન્ટોની ચુંગાલમાંથી છુટકારો મળ્યો

ગાંધીનગરના માણસાના પરબતપુરામાં રહેતા અને ઈલેક્ટ્રિકનો વ્યવસાય કરતા પરેશભાઈ પટેલે ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા પોતાના સાળા અંકિતને અમેરિકા મોકલવા માટે પરબતપુરા ગામના રમણભાઈ અમથારામ પટેલ સાથે બે મહિના પહેલાં વાતચીત કરતાં અમદાવાદના એજન્ટ દિપક ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઋષભ સુરેન્દ્રકુમાર શાહનો સંપર્ક કરાવ્યો હતો. અમેરિકા મોકલવાની ડીલ ફાઈનલ થયા બાદ ગત. ૬ જૂલાઈના પરિવારે ૩૦૦૦ કેનેડિયન ડૉલર સાથે અંકિતને અમદાવાદ એરપોર્ટ પરથી કોલકત્તા મોકલી આપ્યો હતો.

કોલકત્તા પહોંચ્યા પછી અંકિતે પરિવારને ફોન કર્યો હતો અને સાગરભાઈ તથા વિજયભાઈ તેને લેવા માટે આવ્યા હોવાની જાણ કરી હતી. બીજા દિવસે અમદાવાદના એજન્ટે પરેશભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, અમેરિકન ડૉલર લેવા પડશે. જેથી માણસાથી આંગડિયા દ્વારા કોલકત્તા ખાતે અંકિતને એક લાખ રુપિયા મોકલ્યા હતા. પરિવારજનોએ ખાતરી કરાવવા માટે અંકિતને વીડિયો કોલ કરવાનું કહેતા તેનો ફોન બંધ થઈ ગયો હતો. ત્યારે એક પરિચિતને એરપોર્ટ પર અંકિતને લેવા મોકલ્યા હતા. પણ કલાકો વીતી ગયા છતાં અંકિત કેનેડા એરપોર્ટ પહોંચ્યો ન હતો.

છતાં બીજા દિવસે અંકિતે વીડિયો કોલ કરીને કહ્યું કે તે કેનેડા પહોંચી ગયો છે. આમ પરિવારને ગડબડ હોવાનો અંદાજાે આવી ગયો હતો. જેથી તેને વારંવાર કેનેડાનો નજારો બતાવવા માટે કહેવામાં આવતું હતું. પણ નજારો જાેવાની વાત આવે એટલે ફોન કાપી દેવામાં આવ્યો હતો. આ તરફ નક્કી થયા મુજબ અમદાવાદના એજન્ટો રુપિયા ૨૨ લાખની ઉઘરાણી કરવા લાગ્યા હતા. આથી પરેશભાઈએ માણસા પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કરતાં એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને અમદાવાદ જમાલપુરનાં સરફરાજ અહેમદ હુસેન કકુવાલા અને ગુલવાલા નામના બે ઈસમો આવી પહોંચતા જ પોલીસ ટીમે દબોચી લેવામાં આવ્યા હતા. બાદમાં માણસા પીઆઈ આર આર પરમારે બન્નેની કડકાઈથી પૂછતાંછ હાથ ધરી અમદાવાદના એજન્ટ દિપક ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઋષભ સુરેન્દ્રકુમાર શાહ તેમજ રમણભાઈ અમથારામ પટેલને પણ ઉઠાવી લીધા હતા.

ત્યારબાદ એક ટીમને કોલકત્તા મોકલી આપી હતી. ગાંધીનગર પોલીસે પાંચ મળતિયાઓની ધરપકડ કરી કોલકત્તામાં ધામા નાખવામાં આવ્યા હોવાનો અંદાજાે આવી જતાં લેભાગુ એજન્ટો ફફડી ઉઠ્‌યા હતા અને અંકિતને છોડી મૂક્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં કબુતરબાજ એજન્ટોએ કોલકત્તામાં અંકિતને કોઈ બંગલામાં ગોંધી રાખી સર સામાન લઈ લીધો હતો. જ્યાં આઠથી દસ જણા રોજ સવાર પડે એટલે અડધો કલાક સુધી અંકિતને ઢોર માર મારતા હતા. જેમાં એક યુવતી પણ હતી અને ગન પોઈન્ટ પર રાખી દરિયામાં ફેંકી દેવાની ધાક ધમકી આપતાં હતાં. છતાં અંકિતમાં થોડીક હિંમત બાકી હોવાનું લાગતાં એજન્ટોએ તેને માનસિક ટૉર્ચર કરવાનું શરૂ કર્યું હતું. અંકિત સહેજ પણ આંખ બંધ કરી સુવાની કોશિશ કરે કે તુરંત પાણી છાંટીને માર મારતા હતા. સતત આવો નિત્યક્રમ બનાવી દેવામાં આવ્યો હોવાથી અંકિત માનસિક-શારીરિક રીતે ભાંગી પડ્યો હતો.

બાદમાં તેના કપડાં સરખા કરાવી પરિવાર સાથે વીડિઓ કોલ ઉપર વાત કરાવતાં હતા. એ વખતે પણ એક એજન્ટો તેની આસપાસ ઉભા રહી જતાં અને એક ઈસમ તેને ગન પોઇન્ટ પર રાખતો હતો. આથી અંકિત કશું થયું ના હોય એમ પરિવાર સાથે વાતચીત કરતો હતો. પરંતુ જેવું કેનેડાનો નજારો બતાવવાની વાત આવે એટલે ફોન કાપી દેતા હતા. માણસા પોલીસ કોલકત્તામાં આવી પહોંચી હોવાનો અંદાજાે આવી જતાં એજન્ટોએ અંકિતને કાળા કલરના ચશ્મા પહેરાવી દીધા હતા. જે ચશ્માનાં કાચની અંદરની તરફ પટ્ટી લગાવી દીધી હતી. જેથી કોઈને એવું લાગે કે અંકિતે ચશ્મા પહેર્યા છે. પણ વાસ્તવમાં અંકિતને કશું દેખાતું નહીં. બાદમાં એજન્ટો તેને લઈને બંગલાની બહાર આવ્યા હતા. જ્યાંથી એક રિક્ષા હાયર કરી હતી.

જેમાં અંકિતને બેસાડી તેની આજુબાજુ પાંચેક એજન્ટો ગોઠવાઈ ગયા હતા. આગળ નીકળીને રસ્તામાં ઉતરીને ટેક્સી ઉભી રાખી અંકિતને દિલ્હી ફલાઈટની ટિકિટ આપી હતી અને ગર્ભિત ધમકી આપી હતી કે, દિલ્હી પહોંચે નહીં ત્યાં સુધી મોબાઇલ ચાલુ કર્યો છે તો દિલ્હી એરપોર્ટથી ફરીવાર ઉઠાવી લઈશું. કેમકે તારું મોબાઇલ લોકેશન અમે ટ્રેસ કરી રહ્યા છે. જાે તું ફોન ચાલુ કરીશ તો અમને તરત ખબર પડી જશે. બાદમાં ટેક્સી ડ્રાઇવરને અંકિતને એરપોર્ટ પર ઉતારી દેવા કહેવામાં આવ્યું હતું. જ્યાંથી ફ્લાઇટમાં બેસી અંકિત દિલ્હી ઉતર્યો હતો.

અંકિતને માનસિક-શારીરિક રીતે એટલો બધો ટૉર્ચર કરવામાં આવ્યો હતો કે તે કોલકત્તાથી દિલ્હી પહોંચ્યો ત્યાં સુધી મોબાઇલ ચાલુ કરવાની કે કોઈને કશું કહેવાની હિંમત કરી શક્યો ન હતો. એરપોર્ટ ઉતરી અંકિતે ફોન કરતાં માણસા પોલીસની ટીમ તેને લઈને ગાંધીનગર આવી પહોંચી હતી. આમ આ રીતે અપહૃત અંકિતનો છુટકારો થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/