fbpx
ગુજરાત

સુરતમાં કેમિકલના ગોડાઉનમાં ધડાકાભેર આગ : કરોડોનું નુકશાન

સુરતમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગતાં ધડાકા થવા લાગ્યા હતાં. સવારે આગ લાગતા આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો. વરસતા વરસાદમાં પણ કેમિકલના ગોડાઉનમાં આગ લાગતાં આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ હતી. જાે કે, આગ પર કાબૂ મેળવતી વખતે પણ ધડાકા સર્જાતા હતાં. પ્રકાશ મારવાડી નામના વ્યક્તિનું ગેરકાયદે કેમિકલનું ગોડાઉન ચાલતું હતું. જે અંગે અગાઉ તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. કેમિકલના ગોડાઉનમાં કોઈ જ ફાયર સેફ્ટીની સુવિધા નહોતી. જેથી હાલ ફાયરબ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી બાદ નોટિસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી તાત્કાલિક દોડી આવ્યાં હતાં. શટર ખોલ્યું તો આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બાદમાં જાણવા મળ્યું કે કેમિકલ ગોડાઉનમાંથી આગ લાગ્યાનું સામે આવ્યું હતું. અમારા ગોડાઉનમાં બિસ્કીટ અને ઠંડા પીણા સહિતનો અંદાજે સાડા ત્રણ કરોડનો સામાન બળીને ખાક થઈ ગયો છે. ફાયરબ્રિગેડને કોલ મળતાં ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સાત ફાયર સ્ટેશનની ૧૩થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. કેમિકલમાં આગ લાગી હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ હતી.

જાે કે આગમાં કોઈ ઈજા જાનહાનિનો બનાવ નથી. ગોડાઉન બંધ હતા ત્યારે આગ લાગી એટલે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેમ કહી શકાય છે. જાે કે તપાસ ચાલુ છે અને કેમિકલના ગોડાઉનમાં કોઈ ફાયર સેફ્ટી જાેવા મળી નહોતી. આગ લાગ્યા બાદ ગોડાઉન ઉપર અને આસપાસ ઘણા પક્ષીઓના માળા હતાં. જેમાં ઘણા કબૂતરના મોત થયા હતાં. જ્યારે અમે ૧૦૦થી વધુ કબૂતરોનું રેસ્ક્યૂં કર્યું હતું. જ્યારે બે બિલાડીના બચ્ચાને પણ બચાવી લેવામાં આવ્યાં છે.સુરતના પુણા સારોલી(કેનાલ રોડ) પર વનમાળી બીઆરટીએસ જંકશન પાસે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી.

સવારે કેમિકલના ગોડાઉનમાંથી પ્રસરેલી આગ બાજુમાં એફએમસીજીના ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી. જેથી બિસ્કીટ અને ઠંડા પીણાનો અંદાજે સાડા ત્રણ કરોડથી વધુનો જથ્થો બળીને ખાક થયો હતો. કુલ ચાર કરોડથી વધુના નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે.કેમિકલના ગોડાઉનમાં ધડાકાભેર લાગેલી પર કાબૂ મેળવવા ૭ ફાયર સ્ટેશનની ૧૩ ગાડીઓએ ૫ કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/