fbpx
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો


પશ્ચિમ બંગાળ વિધાનસભાએ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. લેફ્ટ અને કોંગ્રેસે સપોર્ટ કર્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. મમતાએ કહ્યુ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ત્રણ કૃષિ કાયદા પરત લે અથવા વડાપ્રધાન પદ છોડે.
કેન્દ્ર સરકાર તરફથી પસાર ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કરાવવા માટે બંગાળ વિધાનસભાના બે દિવસીય સત્રના બીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રીએ આ વાત કહી હતી. મમતા બેનરજીએ દિલ્હીના લાલ કિલ્લા પર વિવાદને કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી હતી.
મમતા બેનરજીએ વિધાનસભામાં પોતાના સંબોધનમાં કહ્યુ કે જ્યાર સુધી આ ત્રણ કૃષિ કાયદા પરત નથી લેવામાં આવતા, દેશભરમાં આંદોલન ચાલતા રહેશે, તેમણે કહ્યુ કે જાે આ બિલ લાગુ થઇ ગયુ અને અમલમાં આવી ગયુ તો દેશમાં ખાદ્યાન્ન સંકટ ઉભુ થઇ જશે. લોકો દાણા-દાણા માટે તરસશે.

મમતા બેનરજીએ વિધાનસભામાં કહ્યુ કે કેન્દ્રમાં આ સમયે લુટારા અને ડાકુની સરકાર છે. મમતાએ કહ્યુ કે જાે કોર્પોરેટ કંપનીઓના દેવા માફ થઇ શકે છે તો તમામ ખેડૂતોના દેવા કેમ માફ નથી થતા. મમતા બેનરજીએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર દેશના તમામ ખેડૂતોનું દેવુ માફ કરે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શન અને વિવાદને ખતમ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વદળીય બેઠક બોલાવવાની માંગ કરી છે. મમતા બેનરજીએ કહ્યુ કે, કોરોના પર વડાપ્રધાન વારંવાર તમામ દળના નેતાઓ સાથે વાતચીત કરતા રહે છે.


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે, સરકાર કહે છે કે માત્ર પંજાબ,હરિયાણા અને રાજસ્થાનના જ ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે, આ સાચુ નથી. મમતા બેનરજીએ કહ્યુ કે તેમણે બંગાળના ગામમાં જાેયુ છે. ખેડૂત ઘણા પરેશાન છે. આ બિલના લાગુ થઇ જવા પર તે ખેડૂતોને પણ ઘણુ નુકસાન થશે.

મમતા બેનરજીએ કહ્યુ કે, લાલ કિલ્લા પર જે રીતે ખાલિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યો, તે કેન્દ્રની મોદી સરકારની નિષ્ફળતાને બતાવે છે. લાલ કિલ્લામાં ઝંડો ફરકાવવો કેન્દ્રનું ષડયંત્ર છે. મમતાએ કહ્યુ કે, અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે દીપ સિદ્ધૂની તસવીર સામે આવી છે, તેની તપાસ થવી જાેઇએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/