fbpx
રાષ્ટ્રીય

વિપક્ષના હંગામાથી સ્પીકર બિરલા નારાજઃ સાંસદોને ફટકાર લગાવી

સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષના હંગામાના કારણે સતત ખોરવાઈ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા મુદ્દે ખુબ હોબાળો મચ્યો. જેના કારણે નારાજ થઈને સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ફટકાર લગાવી.

લોકસભામાં વિપક્ષી સાંસદોના નારેબાજી વચ્ચે સ્પીકરે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તમે સદનમાં નારેબાજીની હરિફાઈ ન કરો. આ બધુ દેશની જનતા જુએ છે. તેમણે કહ્યું કે સદનમાં તમારે જનતાની સમસ્યાઓ બતાવવા માટે હરિફાઈ કરવી જાેઈએ. આ બધા વચ્ચે સરકાર તરફથી અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જૂનખડગેને એ લેડર દેખાડવામાં આવ્યા જેમાં તેમણે કોરોના પર સંસદમાં સત્ર બોલાવવાની માગણી અને ચર્ચાની માગણી કરી હતી. પરંતુ હવે બધા ચર્ચાથી ભાગી રહ્યા છે.

બિરલાએ હંગામો કરી રહેલા સભ્યોને કહ્યું કે જાે સભ્યો ચર્ચા ઈચ્છે, પોતાની વાત રજુ કરવા માંગે કે પોતાની કોઈ ફરિયાદ વ્યક્ત કરવા માંગતા હોય તો તેમને ભરપૂર સમય અને તક આપવામાં આવશે. અધ્યક્ષે કહ્યુંકે તમે તમારી જગ્યા પર જાઓ અને કાર્યવાહી ચાલવા દો. હું સરકાર સાથે વાત કરીશ.

લોકસભા સ્પીકરે કહ્યું કે જાે કોઈની વ્યક્તિગત પીડા હોયતો વ્યક્તિગતરીતે મળી શકે છે. સભ્ય સામૂહિક રીતે મને મળી શકે છે. પરંતુ સંસદ ચાલવી જાેઈએ કારણ કે જનતા પણ તે જ ઈચ્છે છે. આપણે તેમની સમસ્યાઓ દૂર કરવી જાેઈએ. તેમણે કહ્યું કે દેશની જનતાએ તમને નારેબાજી કરવા માટે અને બેનર લહેરાવવા માટે નથી મોકલ્યા.

સદનમાં કોંગ્રેસ,તૃણમૂલ કોંગ્રેસ, સહિત વિપક્ષી સાંસદોના હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી મંગળવારે બે-ત્રણ વાર સ્થગિત કરવી પડી. વિપક્ષના હોબાળા વચ્ચે જ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે નારેબાજી કરી રહેલા સભ્યો પર ખેડૂતો પ્રત્યે સંવેદના ન રાખવાનો આરોપ લગાવતા ક હ્યું કે આ હંગામાથી જનતાને નુકસાન થઈ રહ્યું છે.

લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ આજે હંગામો શરૂ થઈ ગયો હતો અને જ્યારે પ્રશ્નકાળ શરૂ કરાયો તો વિપક્ષી દળોના સભ્યો નારેબાજી કરતા કરતા ચેર સુધી આવી ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/