fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસ નેતાએ દ્રૌપદી મુર્મૂને લઈને આપ્યુ વિવાદીત નિવેદન, કોંગ્રેસ નેતાના નિવેદનથી થયો હોબાળો

દ્રૌપદી મુર્મૂને લઈને કોંગ્રેસ નેતાએ વિવાદીત નિવેદન આપ્યુ છે. ઉદિત રાજના આ પ્રકારના નિવેદનની ચારેતરફ ટીકા થઈ રહી છે અને આ મામલે તેઓ ભાજપના ટાર્ગેટ પર આવ્યા છે. આ સમગ્ર મામલા પર વિવાદ વધતો જાેઈ ઉદિત રાજે કહ્યું કે, આ તેમનું વ્યક્તિગત નિવેદન છે, કોંગ્રેસ પાર્ટીનું નહીં. તો વળી ભાજપે કહ્યું કે, કોંગ્રેસ તરફથી આવું પહેલી વાર નથી થયું. આ અગાઉ પણ કોંગ્રેસના નેતાઓ આવું કરી ચુક્યા છે. તો વળી ઉદિત રાજના આ નિવેદનની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ટીકા થઈ રહી છે.  કોંગ્રેસ નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લઈને વિવાદીત ટિ્‌વટ કર્યું છે. ઉદિત રાજે ટિ્‌વટ કરતા લખ્યું છે કે, દ્રૌપદી મુર્મૂ જેવા રાષ્ટ્રપતિ કોઈ દેશને ન મળે. ચમચાગિરીની પણ હદ હોય છે. તેઓ કહ છે કે, ૭૦ ટકા લોકો ગુજરાતનું નમક ખાય છે. ખુદ નમક ખાયને જીંદગી જીવે તો ખબર પડે. 

તો વળી આ મમાલામાં જ્યારે વિવાદ વધ્યો તો, ઉદિત રાજ તરફથી વધુ એક ટિ્‌વટ કરતા લખ્યું કે, આ મારુ નિવેદન છે. કોંગ્રેસ પાર્ટીનું નથી. દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા તથા વોટ માગ્યા આદિવાસીના નામ પરથી. રાષ્ટ્રપતિ બનવાથી શું આદિવાસી નથી રહ્યા. દેશના રાષ્ટ્રપતિ છો, તો આદિવાસીના પણ પ્રતિનિધિ પણ, રડવું આવે છે જ્યારે એસસી/એસટીના નામથી પદ પર આવે છે અને પછી ચૂપ થઈ જાય છે. તો વળી ઉદિત રાજના નિવેદન પર ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, જે પ્રકારના શબ્દો ઉદિત રાજે રાષ્ટ્રપતિજી માટે પ્રયોગ કર્યો છે, તે ચિંતાજનક છે. આ કોઈ પહેલી વાર નથી કે કોંગ્રેસ આવા પ્રકારના શબ્દોનો પ્રયોગ રાષ્ટ્રપતિજી માટે કર્યો હોય, આ અગાઉ પણ અધીર રંજન ચૌધરી પણ આવું કરી ચુક્યા છે, એ પણ આપણે સાંભળ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/