fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ પોલીસ ઝૂમના સહારેઃ પ્રશ્નોના નિકાલ માટે ઓનલાઇન કાઉન્સેલિંગ શરુ કરાયું

રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશન ખાતે ઘરેલુ પ્રશ્નો લઇ ને આવતા અરજદારનો લગ્ન સંસાર તુટે નહીં અને તેમના બાળકો મા-બાપ વગરના ન થાય તેમજ તેમનો પરિવાર રૂપી માળો વિખેરાય નહીં તે માટે બન્ને પક્ષોનું વ્યવસ્થીત, યોગ્ય કાઉન્સેલીંગ કરી ઘરેલુ પ્રશ્નોનો હલ લાવી બન્ને પક્ષોનું સમાધાન કરાવવાના ઉમદા હેતુથી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ કામગીરી કરે છે. હાલમાં કોરોના વાયરસ જેવી મહામારીને ધ્યાનમાં લઇ કોરોના સંક્રમણ વધતું અટકાવી શકાય તે માટે ઓનલાઇન કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

અરજદારોએ તેમના ઘરેલુ પ્રશ્ન બાબતે મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હોય જેમા અરજદારના તમામ પ્રશ્નોનું નિવારણ પણ લાવી શકાય તેમજ અરજદારનું પુનઃસ્થાપન થઇ શકે તેવા હેતુથી અરજદાર રાજકોટ મુકામે રહેતા હોય અને તેમના સામાવાળા પક્ષ (સાસરીયા પક્ષ) બહારગામ રહેતા હોય તેવી પરીસ્થિતીમાં તેમજ હાલ કોરોના કાળ દરમ્યાન સામાવાળા બહારગામથી મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી શકે તેમ ન હોય અને અરજદારના પ્રશ્નોનુ ઘર બેઠા ઉકેલ આવી શકે અને કોરોના જેવી ભયંકર બીમારીથી બચી શકે તે માટે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ઓનલાઇન કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરી ઓનલાઇન ઝૂમ એપ્લીકેશન દ્વારા અરજદારને તથા તેમના સામાવાળા પક્ષો (સાસરીયા પક્ષ) નું પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટેશન બેઇઝ્‌ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરોને સાથે રાખી ઓનલાઇન કાઉન્સેલીંગ કરવામાં આવે છે, જેમા બન્ને પક્ષો વચ્ચે સકારાત્મક પરિણામ લાવી શકાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/