fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની પરિણીતાએ પોતાના પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી

મૂળ પડધરીના કનકપુર ખોખરી ગામના હરિજિતસિંહ સાથે બે વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓ સાસરે રહેતા હતા. ત્યારે લગ્નના થોડા દિવસો બાદ જ ઘરકામ સહિતના મુદ્દે સાસરિયાઓ માનસિક-શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ હરિજિતસિંહ ફાઇનાન્સનું કામકાજ કરતા હોય અને તેમને દારૂ પીવાની ટેવ હોય દારૂ પીને ઘરે આવી પોતાને બળજબરીથી ખોબો ધરવાનું કહેતા અને પતિ પોતે ધરેલા ખોબામાં વોમિટ કરી ત્રાસ આપતા હતા. જ્યારે પોલીસમાં જમાદાર તરીકે ફરજ બજાવતા સસરા સહદેવસિંહ અને સાસુ કીર્તિબા તું તારા માવતરથી કાંઇ લાવી નથી પિયરથી સોનાની મોજડી, ગાડી લઇ આવવા દબાણ કરી દહેજની માગણી કરતા રહેતા હતા. પતિ, સાસુ-સસરાના અનહદ ત્રાસથી કંટાળી અંતે પોલીસમાં ફરજ બજાવતા પિતાને ઘરે આવી હતી અને મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પીએસઆઇ એચ.પી.ગઢવીએ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. આંબેડકરનગર-૧૪માં રહેતી પાયલ નામની પરિણીતાએ ગોંડલના નાના ઉંબાળા ગામે રહેતા પતિ પરેશ, સસરા ખોડાભાઇ આલાભાઇ દવેરા, સાસુ ગીતાબેન, દિયર રોહિતભાઇ, નણંદ નમ્રતા, નણદોયા અશ્વિનભાઇ પ્રવીણભાઇ મકવાણા, કૌટુંબિક જેઠ બકુલભાઇ રાજાભાઇ દવેરા સામે ફરિયાદ નોંધાવી છે. પાંચ વર્ષ પહેલા લગ્ન થયા છે. લગ્નના વર્ષ બાદ પતિ સાથે રાજકોટ રહેવા આવ્યા. સાસુ-સસરા પતિને ફોન કરી પોતાને ગામડે મૂકી જવા ચડાવતા. જેને કારણે બંને વચ્ચે ઝઘડો થતો. દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાઓને ન ગમતા રોજ ઝઘડા કરતા રહેતા. અંતે પોતાને તા.૩-૪ના ઝઘડો કરી પહેરે કપડે કાઢી મૂકી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.કાયદાના રક્ષક અને તેના પરિવારે જ દહેજની માગણી કરી પુત્રવધૂ પર ત્રાસ આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં માવતરે રહેતી રાજવીબા નામની પરિણીતા પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને જમાદાર તરીકે ફરજ બજાવતા સસરા સહદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, પતિ હરિજિતસિંહ, સાસુ કીર્તિબા સામે ફરિયાદ નોંધાવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/