સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં યૂથ કોંગ્રેસ પ્રમુખના પત્નીને ભાજપે ટિકિટ આપતાં વિવાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે વોર્ડ નંબર ૧૩માં યૂથ કોંગ્રેસના પત્નીને ટિકિટ આપતાં અને વોર્ડ નંબર ચાર, તેરમાં ભરવાડ સમાજને ટિકિટ નહીં આપતાં સંગઠન સામે રોષ વ્યક્ત થયો છે. કોંગ્રેસ હજી સુધી બંધ બારણે રમી રહી છે જેથી બારોબાર ફોર્મ ભરતા સમયે મેન્ડેટ આપે તેવી શક્યતા દેખાઈ રહી છે.
બીજી તરફ ટિકિટની વહેંચણી મામલે ભાજપમાં મોટાપાયે વિરોધ વંટોળ ચાલી રહ્યા છે. અનેક દિગ્ગજાેને કાપી નાખી મોટા પાયે લોબિંગ થયું હોવાનું પણ દેખાઈ રહ્યું છે. ધ્રાંગધ્રાના વોર્ડ નંબર એકમાં ઉમેદવારી પાછી ખેંચેલી મહિલાને ટિકિટ આપી દેતાં પાટીદાર સમાજમાં ભારે રોષ છે.
શહેરના તત્કાલીન પાલિકા પ્રમુખ વીપીન ટોલિયા હોસ્પિટલમાં હોવા છતાંય પિતા પુત્રને એકેય ટિકિટ નહીં આપતાં સમાજમાં પણ ભારે રોષ છે અને વઢવાણ શહેર યૂથ કોંગ્રેસના પ્રમુખના પત્નીને સુરેન્દ્રનગરના વોર્ડ નંબર ૧૩માં ભાજપે ટિકિટ આપતાં મોટાપાયે હોબાળો ચાલી રહ્યો છે.

Related Posts