fbpx
અમરેલી

મુદ્દાથી ભટકતી કોંગ્રેસ ને લોકોનું સમર્થન ન મળતાં ભાજપાના વરિષ્ઠ નેતાને ગાળો ભાંડી – અપમાનિત કરી ચર્ચા માં ટકી રહેવાનો નાસીજ પ્રયાસ -મહેશ કસવાલા

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ અને અશોભનીય ટિપ્પણીઓથી અમરેલી જિલ્લામાં કોંગી નેતાઓ પ્રત્યે રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે રાજકોટ ખાતે કોંગ્રેસના નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે લોકસભાની ચૂંટણીના  રાજકારણમાં મહાભારત ને ટાંકીને જે રીતે અમરેલી જિલ્લાનું ગૌરવ ગણાતા ખેડૂતોના હામી એવા વડીલ મુરબ્બી પુરુષોત્તમભાઈ રૂપાલાને દુઃશાસન સાથે સરખાવવાના હિન કૃત્યના ઘેરા પડઘા લોકસભાની ચૂંટણીમાં પડશે તેમાં કોઈ બેમત નથી તેવું વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા અને મહેશ કસવાળાએ રોષિત થઈને જણાવ્યું હતું

જ્યારે હજુ યુવાવસ્થામાં  કોંગ્રેસના નેતાઓને એમના પિતાશ્રીની ઉમરના ભાજપના નેતા સામે જે રીતની ટીપ્પણીઓ કરી તે નિંદનીય છે ને તેને સખત શબ્દોમાં કૌશિકભાઈ વેકરીયા અને મહેશ કસવાળાએ વખોડયું હતું જ્યારે અગાઉ પણ કોંગ્રેસના વીરજી ઠુમ્મર દ્વારા પ્રધાનમંત્રી સામે અશોભનીય ટિપ્પણીઓ કરીને કોંગ્રેસે પોતાની માનસિકતા નું ભાન ભૂલ્યા હતા જેની શાહી સુકાઈ નથી ત્યાં ભાજપના વરિષ્ઠ અને મોભી ગણાતા રૂપાલા સાહેબ સામે ની ટિપ્પણી સામે ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડશે તેમાં કોઈ બેમત નથી જ્યારે કોંગ્રેસના નેતાઓ લોકસભાની ચૂંટણીમાં હાર ભાળી ગયા હોવાથી વાણી વિલાસ કરીને ગાંધીના ગુજરાતની ગરીમા જાળવતા નથી જયારે દરેક ચૂંટણીઓ વખતે જ્ઞાતિઓમાં વર્ગ વિગ્રહ ઊભો કરીને ગુજરાત રાજ્યની શાંતિ ડહોળવાનો જવાબ લોકસભાની ચૂંટણીમાં જનતા જનાર્દન આપશે તેવું કૌશિક વેકરીયા,મહેશ કસવાળા અને લોકસભા સંયોજક પુનાભાઈ ગજેરા એ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/