fbpx
ગુજરાત

સુરત પોલીસ વિભગને મળી મોટી સફળતા સુરતના કાપોદ્રામાં ગેસ રિફલિંગ કૌભાંડનો ઘટસ્ફોટ; 45થી વધુ બોટલા જપ્ત, 13 દુકાનદારોની ધરપકડ 

સુરત પોલીસ વિભગ ના અધિકારીઓ દ્વારા કાપોદ્રા વિસ્તારમાં ગેસ રિફલિંગ ના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ગેસ રીફલિંગ કૌભાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા 45થી ગેસ ના બાટલા જપ્ત કરીયા હતા અને  13 દુકાનદારોની પણ ધરપકડ કરવામાં આવી  છે. સુરત શહેરમાં મોટાપાયે ગેસ રીફલિંગ કૌંભાડ ચાલતું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. શહેરમાં લોકોમાં ખાન-પાનની માંગ વધી છે. આથી રસ્તાઓ પરના લારીઓમાં ખાણીપીની ચીજવસ્તુઓ બનાવવા ગેસ બાટલાની જરૂરીયાત ઉભી થઈ છે. લારીઓ વાળા સસ્તા બાટલાના લોભમાં ગેસરિફલિંગ કરાવતા હોય છે.

કાપોદ્રા વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે ગેસ સર્વિસની દુકાનમાં મોટું ગેસ રિફલિંગનો કૌભાંડ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળ પર પંહોચી અને જુદી-જુદી દુકાનો પર રેડ પાડતા કુલ 13 આરોપીઓની ઝડપી પાડ્યા છે. આ સાથે બે દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવા ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની ટીમની જેમ અલગ-અલગ કુલ 4 ટીમો બનાવી હતી. દરેક ટીમમાં 4 અધિકારી હતા અને આ દરોડામાં કુલ 20 પોલીસ કર્મચારીઓ પણ સાથે હતા. દરોડામાં કુલ 45થી વધુ ગેસના બાટલા ઉપરાંત ગેસ રિફલિંગના 13 મશીન, વજન કાંટા, ગેસભરવાનો વાલ સહિતનો કુલ 1,44,100નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડી 13 શખ્સ વિરુદ્ધ ગુના નોંધી ફરિયાદ દાખલ કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/