fbpx
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાનું નવું રૂપ, બ્રિટન અને બ્રાઝિલથી આવેલા લોકોમાં B.1.1.28.2 સ્ટ્રેન જાેવા મળ્યો

ભારતમાં કોરોનાની કંટ્રોલ થતી સ્થિતિ વચ્ચે ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજીએ કોરોના વાયરસની જીનોમ સિક્વન્સિંગમાં નવા વેરિયન્ટને શોધ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ વેરિયન્ટ બ્રિટન અને બ્રાઝિલથી ભારત આવેલા લોકોમાં જાેવા મળ્યો છે. ઇન્સ્ટિટ્યુટે આને બી.૧.૧.૨૮.૨ નામ આપ્યું છે. આ ભારતમાં જાેવા મળતા ડેલ્ટા વેરિયન્ટની માફક જ ગંભીર છે. આનાથી સંક્રમિત લોકોમાં કોરોનાના ગંભીર લક્ષણો જાેવા મળી શકે છે.

વેરિયન્ટની સ્ટડી બાદ સામે આવ્યું કે આ લોકોને ગંભીર રીતે બીમાર કરી શકે છે. આ વેરિયન્ટની વિરુદ્ધ વેક્સિન અસરદાર છે અથવા નહીં તેના માટે સ્ક્રીનિંગની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. એનઆઇવીની આ સ્ટડી મ્ર્ૈઇટૈદૃમાં ઑનલાઇન પબ્લિશ થઈ છે. તો આ જ ઇન્સ્ટિટ્યુટની બીજી એક સ્ટડીમાં જાેવા મળ્યું કે સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન આ વેરિયન્ટ સામે પણ અસરકારક છે અને વેક્સિનના ૨ ડોઝથી જે એન્ટિબોડી બને છે તેનાથી આ વેરિયન્ટને ન્યુટ્રિલાઇઝ કરી શકાય છે.

હેલ્થ એક્સપટ્‌ર્સનું કહેવું છે કે બી.૧.૨૮.૨ વેરિયન્ટથી સંક્રમિત થવા પર વ્યક્તિનું વજન ઓછું થવા લાગે છે. આના સંક્રમણના ઝડપથી ફેલાવા પર ફેફસા ડેમેજ થઈ જાય છે. આ વેરિયન્ટ ફેફસામાં ઘા અને તેમાં ભારે નુકસાનનું કારણ બની શકે છે. સ્ટડીમાં કોવિડ જીનોમ સર્વિલાન્સની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો છે, જેથી કોરોનાના નવા-નવા વેરિયન્ટ્‌સ વિશે જલદીથી જલદી જાણી શકાય. જીનોમ સિક્વન્સિંગ લેબ એવા મ્યુટેન્ટ્‌સની શોધ કરી રહ્યું છે જે કોરોના સંક્રમણમાં અચાનક આવનારા ઉછાળા પાછળ કારણ હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/