fbpx
રાષ્ટ્રીય

ગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યો રોકાયા છે તે હોટલ બહાર ટીએમસીનું પ્રદર્શન

ઉદ્ધવ ઠાકરે પોતાની ખુરશી અને પાર્ટીને બચાવવાની કોશિશમાં લાગ્યા છે. પરંતુ તેમની આ કોશિશ સફળ થતી જાેવા મળી રહી નથી. રિપોર્ટ મુજબ ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં પણ પાર્ટીના વધુ કેટલાક વિધાયકોએ બળવો પોકાર્યો છે અને ગુવાહાટીમાં એકનાથ શિંદે પાસે પહોંચી ગયા છે. આ બધા વચ્ચે આજે ઉદ્ધવ ઠાકરેએ સવારે સાડા અગિયાર વાગે શિવસેના વિધાયકોની એક બેઠક બોલાવી છે. અસમના ગુવાહાટીમાં હોટલ રેડિસન બ્લ્યૂની બહાર ટીએમસી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ હોટલમાં મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો રોકાયેલા છે. પ્રદર્શનકારીઓને પોલીસ હટાવવાની કોશિશ કરી રહી છે. આ સાથે જ હોટલની બહાર સુરક્ષા પણ વધારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના એક નેતાએ તેમની સામે મુંબઈના મલબાલ હિલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીતમાં ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તજિન્દર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે કોવિડ પોઝિટિવ હોવા છતાં લોકો સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કોવિડ સંલગ્ન નિયમોનો ભંગ કર્યો છે. આથી તેમણે તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ઓનલાઈન કરાયેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મીડિયામાં સવારથી એવી ચર્ચાઓ હતી કે ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત થયા છે અને તેમના સહયોગી કોંગ્રેસનેતા કમલનાથે પણ આ અંગે પુષ્ટિ કરી હતી. કોવિડ પ્રોટોકોલ મુજબ કોવિડ પોઝિટિવ થયા બાદ સંક્રમિત વ્યક્તિએ કોઈ સાથે મુલાકાત કરવી જાેઈએ નહીં અને પોતાને આઈસોલેટ કરવા જાેઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કોવિડ પોઝિટિવ હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ પોતાના સમર્થકો સાથે મુલાકાત કરીને કોવિડ અંગે સરકારના પ્રોટોકોલનો ભંગ કર્યો છે અને આથી તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થવી જાેઈએ. શિવસેનાના વધુ ૪ ધારાસભ્યો ગુવાહાટીમાં રેડિસન બ્લ્યૂ હોટલમાં જઈને શિંદે જૂથને મળ્યા છે. એવી ચર્ચા છે કે બે અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે ગુવાહાટી પહોંચ્યા છે. કહેવાય છે કે આ વિધાયકો મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ સાથે સુરતથી ગુવાહાટી રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના વિધાયકોમાં ગુલાબરાવ પાટિલ અને યોગેશ કદમ જેવા નામ સામેલ છે. એવો દાવો થઈ રહ્યો છે કે મુંબઈથી વધુ ત્રણ વિધાયક બળવો પોકારીને શિંદે જૂથમાં જઈ શકે છે. જાે આમ થશે તો શિંદે સાથે શિવસેનાના વિધાયકોની સંખ્યા ૩૬ થઈ જશે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં હોવાના મીડિયા રિપોર્ટ્‌સ છે. અત્રે જણાવવાનું કે શિંદે જૂથે ૩૪ વિધાયકોના હસ્તાક્ષર સાથે એક લેટર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મોકલ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે એકનાથ શિંદે જ શિવસેના વિધાયક દળના નેતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/