fbpx
ગુજરાત

વસ્ત્રાલ તળાવ નજીકથી મહિલાનું માથુ-ધડ અલગ હાલતમાં લાશ મળતા ચકચાર મચી

રાજ્યમાં હમણાંથી ક્રાઈમનો રેસિયો દિનપ્રતિદિન વધી રહ્યો છે, વિવિધ જિલ્લાઓ, તાલુકાઓમાંથી હત્યા, લૂંટફાટ, બળાત્કાર, છેડતી, મૃતદેહ મળ્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલ તળાવ પાસે એક દુર્ઘટના બની છે. અમદાવાદના વસ્ત્રાલ તળાવ નજીક અવવારૂ જગ્યાએ મહિલાનો મૃતદેહ ખવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેમાં મહિલાનું માથું અને ધડ અલગ અલગ જાેવા મળતાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસ તપાસ કરતા વસ્ત્રાલમાં તેજેન્દ્ર ક્રિસ્ટલમાં રહેતાં ૬૩ વર્ષની ઉંમરના આનંદીબેન બાબુભાઈ પોલનો મૃતદેહની ઓળખ થઈ હતી.ન્કહ્વિ|આ ઘટનામાં વસ્ત્રાલ તળાવ પાસે મૃતદેહ મળી આવતા વૃદ્ધ મહિલાની લાશને પશુ-પક્ષી ફાડી નાંખીને કમરના ઉપરનો ભાગ કરડી ખાધો હોવાથી મહિલાની ઓળખ થઈ શકી ન હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે વૃદ્ધ મહિલા આનંદીબેન પોલ બીમારીની દવા ચાલુ હોવાથી કંટાણી ૯મી તારીખના રોજ ઘરેથી ચાલ્યા ગયા હતાં અને એક સુસાઇટ નોટ લખી હતી. જેમાં તેમણે બીમારીની દવા ખાઈ કંટાણી આપઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. નોટમાં કોઈ આપઘાત જવાબદાર નહીં હોવાનું લખ્યું છે.ન્કહ્વિ|આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદના વસ્ત્રાલ તળાવ નજીક અવવારૂ જગ્યાએ ઝાડીઓમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. મહિલાનો મૃતદેહ ખવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેમાં મહિલાનું માથું અને ધડ અલગ અલગ જાેવા મળતાં પોલીસને હત્યા થઈ હોવાની આંશકા હતી, પરતું પોલીસના પ્રાથમિક તપાસમાં મહિલાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે, પરંતુ જે રીતે મૃતદેહ મળી આવ્યો છે, તે જાેતા હત્યા પણ લાગી રહી છે. હવે પોલીસ માટે આ કેસ ઉકેલવો એક ગૂંથ્થું બની ગઈ છે.ન્કહ્વિ|આ ઘટનામાં મૃતદેહના આધારે પોલીસ તપાસ કરતા વસ્ત્રાલમાં આવેલ તેજેન્દ્ર ક્રિસ્ટલ સોસાયટીમાં રહેતાં ૬૩ વર્ષીય આનંદીબેન બાબુભાઈ પોલનો મૃતદેહ હોવાની ઓળખ થઈ હતી. અજાણ્યા સ્થળે અને ઝાડીઓમાંથી વૃદ્ધ મહિલાની લાશને પશુ-પક્ષી ફાડી નાંખીને કમરના ઉપરનો ભાગ કરડી ખાધો હોવાથી મહિલાની ઓળખ પ્રસ્થાપિત થઈ શકી નહોતી.ન્કહ્વિ|પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે વૃદ્ધ મહિલા આનંદીબેન પોલ બીમારીની દવા ચાલુ હોવાથી કંટાણી ૯મી તારીખ રોજ ઘરે ચાલ્યા ગયા હતાં અને સુસાઇટ નોટ લખી હતી કે બીમારીના કારણે કંટાળીને દવા ખાઈ આપઘાત કરી રહી છે, જેમાં કોઈ આપઘાત જવાબદાર નહીં હોવાનું લખ્યું છે. ત્યારે વૃદ્ધ મહિલા આનંદીબેન જંતુનાશક દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ મળ્યું છે, પરંતુ લાશને પેનલ પીએમ અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/