fbpx
ગુજરાત

ખંભાત ખાતે નિર્વિઘ્ન પણે ગણેશ વિસર્જન સંપન્ન; ૪૦૦થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું

અનંત ચતુર્દશી નિમિત્તે ગણેશ વિસર્જનના પાવન અવસરે ખંભાતના દરિયા કિનારે વ્યવસ્થા અને આયોજનના ભાગરૂપે ધારાસભ્ય મયુર રાવલ, નગરપાલિકા ઉપપ્રમુખ વિજયસિંહ પરમાર, શહેર ભાજપ પ્રમુખ પિનાકીન બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ને કાર્યક્રમ પૂર્ણ થાય અને ભક્તજનોને કોઈપણ પ્રકારની દુવિધામાં મુકાવું ન પડે તે માટે સેવામાં ઉપસ્થિત પોલીસ વિભાગ, ફાયર વિભાગ તેમજ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, ફાયર વિભાગની ટિમ, તેમજ અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખંભાતના દરિયાકિનારે વિસર્જન માટે નગરપાલિકા અને પોલીસનું આગવું આયોજનક કરાયું હતું. જિલ્લામાં અતિસંવેદનશીલ ખંભાતમાં એસ.પી, એ.એસ.પી, પી.આઈ, પી.એસ.આઇ, પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી, ઘોડે સવાર પોલીસ, ફાયર બ્રિગેડ, તરવૈયાઓ, સહિતની ટીમો તૈનાત કરાઈ હતી.

આણંદ જિલ્લામાં અતિ સંવેદનશીલ ગણાતા ખંભાતમાં દુદાળા દેવની સ્થાપના ૪૦૦થી વધુ સ્થળોએ કરવામાં આવી છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ ગણેશ સ્થાપના બાદ ભક્તિ આરાધના, અવનવા ધાર્મિક કાર્યક્રમો, બાદ દુંદાળા દેવને આજરોજ વાજતે ગાજતે વિદાય આપવા પોલીસ, ફાયર બ્રિગેડ, તરવૈયાઓ, સ્વયંસેવકો સહિતની વિવિધ ટીમો તૈયાર કરવામાં આવી હતી. ગણપતિ બાપ્પા મોરિયા “પૂઢરયા વર્ષિ લૌકરીયા” આવતા વર્ષે વહેલા પધારજાેના નાદ સાથે બાપ્પાને ખંભાત શહેરમાં ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ અંગે ખંભાત પી.આઈ.સોલંકીના જણાવ્યા મુજબ ખંભાતમાં વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ચિતારી બજાર, ટાવર, ઝંડાચોક, રાણા ચકલા, વ્હોરવાડ, પીઠ બજાર લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ ગોઠવી સજ્જ બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરના દરિયાકિનારે ૪૦૦થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા પણ અલાયદી વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. મેડિકલ તેમજ ફાયરની ટીમો પણ ખડે પગે કાર્યરત છે.

દુંદાળા દેવને નિર્ધારિત સ્થળ સુધી વિસર્જન માટે મૂર્તિને લઈ જવામાં આવશે. જ્યાં પાલિકાના વિશેષ આયોજન સ્થળે અને દરિયાકિનારે નિર્માણ કરાયેલ કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યાં જે આયોજકો અને વિસર્જન માટે આપશે તેઓની મૂર્તિઓ વિસર્જન માટે દરિયા કિનારે લઈ જશે. આ ઉપરાંત નગરપાલિકામાં લાઈટ ફાયર સેનેટરી બાંધકામ વિભાગના કર્મચારીઓને પણ વિશેષ જવાબદારી સોંપી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે. જાેકે ચુસ્ત લોખંડી બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન યોજાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/