fbpx
રાષ્ટ્રીય

યુદ્ધ થાય તો ત્રણે સેના દુશ્મનના હાલ બેહાલ કરી નાંખશે:નરવાણે

હિન્દ મહાસાગરમાં ચીની સૈન્યના ઝડપથી થઈ રહેલા વિસ્તરણ અને ગતિવિધિઓની પૃષ્ઠભૂમિમાં નૌકાદળના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળ કોઈપણ જાેખમનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. એડમિરલ કુમારે ત્રણેય સૈન્યના એકીકરણની દિશામાં થઈ રહેલા મહત્વાકાંક્ષી સુધારાનું સમર્થન કર્યું, જેમાં એક સંયુક્ત સમુદ્રી ‘થિયેટર’ કમાનની સ્થાપનાનો સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળ દિવસની પૂર્વ સંધ્યાએ તેમણે કહ્યું કે ભારત કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે તેવા સમયે દેશની ઉત્તરીય સરહદ પર સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિથી ભારત બેવડા મોરચે લડી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, અમે ચીની નૌકાદળના વિકાસથી માહિતગાર છીએ. ચીની નૌકાદળે ૧૦ વર્ષમાં ૧૩૮ યુદ્ધ જહાજાેનું નિર્માણ કર્યું છે. હિન્દ મહાસાગરમાં તેની હાજરી ૨૦૦૮થી છે અને ભારતીય સૈન્ય તેના પર નજર રાખી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, યુદ્ધમાં માત્ર સંખ્યા જ મહત્વની નથી હોતી. તમારી પાસે જે હથિયારો છે તેનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તે લોકો પર ર્નિભર કરે છે. તમારી રણનીતિ અને તમારી સંચાલન યોજના વગેરે પણ મહત્વપૂર્ણ છે. યુદ્ધમાં આવા અનેક મુદ્દાઓ મહત્વના બની જાય છે. નૌકાદળ ભારતના સમુદ્રી હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ છે.ભારતે ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના ભાગલા પાડી દીધા હતા. ભારત-પાકિસ્તાનના આ યુદ્ધને આજે ૫૦ વર્ષ પૂરા થયા હતા. આ પ્રસંગે સૈન્ય પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં યુદ્ધ થશે તો દેશના ત્રણેય સૈન્ય દુશ્મનોના ૧૯૭૧ જેવા જ હાલ-હવાલ કરી નાંખશે. ૩જી ડિસેમ્બરે ૧૯૭૧ના દિવસે જ ભારતીય સૈન્યે પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. જનરલ નરવાણેએ જણાવ્યું હતું કે, આપણા ત્રણેય સૈન્યે સાથે મળીને ૧૯૭૧માં અભૂતપૂર્વ વિજય મેળળ્યો હતો. આપણે એક સાથે હતા અને સંપૂર્ણ તાલમેલથી આપણે લડયા હતા. તેથી આપણે અસાધારણ વિજય મેળવ્યો હતો. ભવિષ્યમાં પણ યુદ્ધ થાય તો દેશના ત્રણેય સૈન્ય સાથે મળીને આ જ સફળતાનું પુનરાવર્તન કરવા સક્ષમ છે. ૧૯૭૧ના યુદ્ધના ૫૦ વર્ષ થઈ ગયા છે. આટલા વર્ષોમાં અનેક પરિવર્તન આવ્યા છે. પહેલા યુદ્ધ અને હવેના યુદ્ધમાં ઘણો તફાવત છે. હવેના યુદ્ધ ટેસ્ટ મેચ જેવા નથી રહ્યા. તે ટી-૨૦ જેવા થઈ ગયા છે. તે સમયે પહેલા તૈયારી કરવાની તક મળતી હતી, પરંતુ હવે તૈયારીની તક પણ નહીં મળે. આપણે હંમેશા તૈયાર રહેવુ ંપડશે. આપણે ટેકટિક્સ, ટેકનિક અને પ્રોસીજરમાં પરિવર્તન લાવવું પડશે. છેલ્લા ૫૦ વર્ષમાં ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે. સૈન્યમાં પણ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ અસરકારક થઈ શકીએ છીએ. આપણું સૈન્ય પણ ટેક્નોલોજી ઓરિએન્ટેડ છે. ૧૯૭૧ના યુદ્ધની યાદો તાજી કરતાં જનરલ નરવાણેએ ઉમેર્યું હતું કે, ૧૯૭૧ના યુદ્ધ સમયે મારા પિતાજી દિલ્હીમાં તૈનાત હતા. અમે વસંત વિહારમાં રહેતા હતા. અમને જણાવાયું હતું કે યુદ્ધની તૈયારી કરો. અમે બારીઓ પર કાળા કાગળ લગાવ્યા હતા. સાયરન વાગે ત્યારે જરૃરી નિર્દેશોનું પાલન કરતા હતા. આ નિર્દેશોનું પાલન થાય છે કે નહીં તે તપાસવાની ટીમમાં હું હતો. અમે ડંડા લઈને દરવાજા ખખડાવતા અને તપાસ કરતા હતા. તે સમયે મેં વિચાર્યું નહોતું કે હું સેનાધ્યક્ષ બનીશ. જનરલ નરવાણેએ કહ્યું કે ૧૯૭૧ના યુદ્ધના નવ વર્ષ પછી હું સૈન્યમાં જાેડાયો. સેકન્ડ લેફ્ટનન્ટ બન્યો. તે સમયે સૈનિકો અને યુવા અધિકારીઓને એક ડાઈજેસ્ટ વાંચવા માટે અપાતી હતી. તેમાં ૧૯૭૧ના યુદ્ધ અંગે અનેક વિગતો હતી. આ પુસ્તક વાંચીને એક વસ્તુ સમજમાં આવી ગઈ હતી કે માર્ચ-એપ્રિલ ૧૯૭૧થી જ બધાને ખબર હતી કે યુદ્ધ થવાનું છે. યુદ્ધની તૈયારીઓ ચાલી રહી હતી. ટ્રેનિંગ પર ભાર અપાતો હતો. તે ડાઈજેસ્ટમાં બધું જ લખાયેલું હતું. તેમાં ૧૯૭૧ના યુદ્ધમાં લડનારા ઓફિસર્સના નામ હતા. તેમની વાર્તાઓ હતી. અમે તે વાંચતા ત્યારે અમને લાગતું જાણે અમે પણ તે લડાઈનો ભાગ હતા. અમે લિવિંગ હિસ્ટ્રી હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/