fbpx
રાષ્ટ્રીય

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૨ રજૂ કર્યુ

નાણામંત્રી ર્નિમલા સીતારમણે તેમનું ચોથું બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે ૯૦ મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ બજેટ મધ્યમવર્ગને નિરાશા અપાવે એવું હતું. આ બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ રાહત આપવામાં આવી નથી, તેથી ભાજપની મોટી વોટ બેન્ક ગણાતો મધ્યમવર્ગ આ બજેટથી ઘણો જ નારાજ છે. બજેટમાં સીતારમણે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ પર લાગતા ટેક્સ પર છૂટ મળશે, જ્યારે રત્ન અને આભૂષણ તથા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવી છે. સ્ટીલ અને સ્ક્રેપ પર કસ્ટમ ડ્યૂટી વધુ એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે.

મૂડીરોકાણ મોટા ઉદ્યોગો અને સ્જીસ્ઈ બંનેને રોજગાર વધારવામાં મદદ કરે છે. મહામારીની અસરથી બહાર આવવા આ જરૂરી છે. પ્રાઈવેટ રોકાણકારોની ક્ષમતા વધારાશે. આના માટે કેન્દ્રીય બજેટમાં ૫.૫૪ લાખ કરોડ રૂપિયાથી વધારી ૭.૫૫ લાખ કરોડની જાેગવાઈ કરાઈ છે. ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખતાં સોવેરીન ગ્રીન બોન્ડ્‌સ જાહેર કરાશે. આનાથી પ્રાપ્ત થતી રકમને એવા પ્રોજેક્ટ્‌સમાં લગાવાશે, જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં સહાયક હશે. સેમી કંડક્ટર નિર્માણ માટે ઈન્ડસ્ટ્રી ડેવલપ કરાશે, જેનાથી નિકાસને પણ પ્રોત્સાહન મળશે. એનિમેશન, વિઝ્‌યુઅલ ઈફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ એટલે કે છફય્ઝ્ર સેક્ટરમાં રોજગારની વધુ શક્યતાઓ છે.

એવામાં છફય્ઝ્ર પ્રમોશન ટાસ્કફોર્સ અને એની સાથે જાેડાયેલા દરેક સ્ટોક હોલ્ડર્સ સાથે વાતચીત કરવામાં આવશે. એવી યોજનાઓ બનાવવામાં આવશે, જેનાથી આપણી ક્ષમતાના આધારે આપણે બજાર અને ગ્લોબલ માર્કેટની જરૂરત પૂરી કરી શકીએ. ચેઈન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ વર્ષે ઇમ્ૈં ડિજિટલ કરન્સી જાહેર કરશે. એનાથી ઈકોનોમીને પ્રોત્સાહન મળશે. ક્રિપ્ટોકરન્સીથી થનારી કમાણી પર ૩૦%નો ટેક્સ લગાવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્‌સના ટેક્સેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવી કોઈપણ પ્રોપર્ટીના ટ્રાન્સફર પર ૩૦% ટેક્સ લાગશે. કોઈ છૂટ નહીં મળે. કોર્પોરેટ ટેક્સને ૧૮%થી ઘટાડીને ૧૫% કરી દેવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસને મજબૂત કરવા માટે નવી યોજનાઓ શરૂ થશે. ૫ વર્ષમાં ૬૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. ઉદયમ, ઈ-શ્રમ, દ્ગઝ્રજી અને અસીમ પોર્ટલ સાથે જાેડવામાં આવશે. એનાથી તેમની સંભાવનાઓ વધશે.

હવે એ લાઈવ ઓર્ગેનિક ડેટાબેસ સાથે કામ કરનારા પ્લેટફોર્મ હશે. એનાથી ક્રેડિટ સુવિધાઓ મળશે અને આન્ત્રપ્રીનરશિપ માટે સંભાવનાઓમાં વધારો થશે. ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરાશે. કિસાન ડ્રોનનો ઉપયોગ કરાશે. એનાથી પાક મુલ્યાંકન, જમીન માપણી, દવાનો છંટકાવ કરવામાં આવશે. મહામારી દરમિયાન સ્કૂલ બંધ રહેવાથી ગામનાં બાળકોને બે વર્ષ શિક્ષણથી વંચિત રહેવું પડ્યું. પીએમ ઈ-વિદ્યા અંતર્ગત એવાં બાળકો માટે એક ક્લાસ-એક ટીવી ચેનલ પ્રોગ્રામ અંતર્ગત હવે ચેનલ ૧૨થી વધારીને ૨૦૦ કરવામાં આવશે. આ ચેનલો તમામ ભાષાઓમાં હશે.

વ્યાવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ટેક્નિકની મદદ લેવામાં આવશે. એક ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત એક્સપ્રેસ બનશે. નેશનલ હાઈવે નેટવર્ક ૨૫ હજાર કિલોમીટર સુધી વધારાશે. આ મિશન માટે ૨૦ હજાર કરોડ રૂપિયાની જાેગવાઈ કરાઈ છે. અમારો પ્રયત્ન ૬૦ લાખ નવા રોજગારનું સર્જન કરવા પર રહેલી છે. આની સાથે જ અમે ગરીબો માટે ૮૦ લાખ ઘર બનાવીશું. ૨૦૨૨-૨૩માં ઈ-પાસપોર્ટ જાહેર કરાશે, જેમાં ચિપ પણ લાગેલી હશે. ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતાં, તેથી એમાં બેટરીની અદલાબદલી કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવશે.

૪૦૦ નવી જનરેશનની વંદે ભારત ટ્રેનો આગામી ૩ વર્ષ દરમિયાન દોડતી થઈ જશે. આ દરમિયાન ૧૦૦ પ્રાઈમ ડાઇનામિક કાર્ગો ટર્મિનલનું પણ નિર્માણ કરાશે. આ મેટ્રો સિસ્ટમના નિર્માણ કરવા માટે ખાસ નવીન રસ્તાઓ પણ બનાવાશે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું. રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/