fbpx
અમરેલી

સાવરકુંડલા ગુરુકુળમાં ઉજવાયેલ સ્વાતંત્ર દિનની ધમાકેદાર ઉજવણી તેમજ બીજ મંત્રની સમાપ્તિ.

સાવરકુંડલા સાવરકુંડલા ગુરુકુળ દ્વારા ૧૫-૮-૨૦૨૩ સ્વાતંત્ર દિનની ધમાકેદાર ઉજવણી ગુરુકુળના કેમ્પસમાં રાખવામાં આવેલ સવારના આઠ કલાકે સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામિનાં વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં બિજ મંત્રના આચાર્યપદે રહેલા શાસ્ત્રી રવિન્દ્રભાઈ જોશી તથા તમામ ભૂદેવો દ્વારા ધ્વજ વંદન બાદ વિશ્વ કલ્યાણ અર્થે શાંતિ મંત્ર બોલાવી વાતાવરણને પવિત્ર અને દિવ્ય બનાવેલ

     ધ્વજવંદન બાદ રાષ્ટ્રને મનનીય પ્રવચન માટે બીજ મંત્રના આચાર્ય શ્રી રવિન્દ્રભાઈ જોશી તેમજ સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી દ્વારા મનનીય પ્રવચન આપવામાં આવેલ શાસ્ત્રીજીએ આઝાદીની ચળવળ માટે બાળકોને ભૂતકાળમાં ૧૮૪૯ થી આરંભીને ૧૯૪૭ સુધીના સમયને આપણા પૂર્વજોએ કેવી રીતે આઝાદી મળે છે તેના અનુભવો કહી અને બાળકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા સ્વામીજીનું  આઝાદીનું પ્રવચન સાંભળી બાળકો પ્રભાવિત થયા હતા. ત્યારબાદ સંસ્થાના સાંસ્કૃતિક કાર્યક્રમ દરેક વિભાગના આચાર્યો દ્વારા તૈયાર થયેલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવેલ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા તેમજ જિલ્લા રમત ગમત અધિકારી અમરેલી દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને ઇનામો આપવામાં આવેલ હતા. તમામ બાળકોને સરકારશ્રી તરફથી પ્રોત્સાહિત કરવામાં આવેલ અને રાષ્ટ્રની ધમાકેદાર ઉજવણી કરવામાં આવેલ ત્યારબાદ સંસ્થામાં છેલ્લા એક માસથી પર્યંત ચાલતા અધિક માસ નિમિત્તે બીજ મંત્ર યજ્ઞની સતત અપાતી  આહુતિઓ આપવામાં આવે છે જેમાં સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી દ્વારા આયોજિત બીજ મંત્રના અનુષ્ઠાનમાં  છેલ્લા દિવસે સમાપ્તિના સમયે સંસ્થાના તમામ કર્મચારી ગણ મુંબઈથી પધારેલ ધોળકિયા પરિવાર તેમજ ચતુરભાઈ રાદડિયા સુરતથી પધારેલ તેમજ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને યજ્ઞની સમાપ્તી કરવામાં આવેલ. તમામ કર્મચારી ગણ અને આવેલ મહેમાનોએ પ્રસાદ લઈ રજા લીધેલ. સરકારશ્રી દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમોને ૨૦૦૦૦  ઈનામ અંગ્રેજી મિડીયમ શાળાને તેમજ જેસર રોડ ગુરુકુળ શાળાને આપવામા આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/