fbpx
અમરેલી

દીવાળીના પ્રકાશ પર્વના પ્રતિક સમાન દિવા પ્રગટાવવા માટેના માટીના કોડિયાં પણ આ દીપોત્સવી પર્વ દરમિયાન ઠેર ઠેર વેચાતાં જોવા મળે છે.

લોકો આ દિવાળી પર્વ દરમિયાન રાત્રિ સમયે અને વહેલી સવારમાં ઘરના પ્રવેશદ્વાર બહાર ગોખલે દિવા પ્રગટાવીને અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે. આમ ગણીએ તો અશુભને દૂર કરીને શુભ પ્રસરે એ મનોકામના સાથે દીપ પ્રાગટય થાય છે. 

આમ તો શબ્દાર્થની રીતે જોઈએ તો દિપોત્સવી એટલે દીવડા પ્રગટાવવાનો તહેવાર.. અંધકાર તરફથી ઉજાસ તરફ પ્રયાણ કરવાનું પર્વ.. એટલે દીવો એ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલું પ્રકાશનું  પ્રતીક ગણાય.  આજે પણ દીવો પ્રગટાવવા માટીનાં કોડિયાનો ઉપયોગ થાય છે. સૌથી પ્રાચીન દીવાના કોડિયા મોહેંજો દરોના ઇ.સ.પૂર્વે ૨૭૫૦ના સમયના મળી આવેલાં છે.

એ સમયમાં દીવાનો ઉપયોગ મોટે ભાગે ધાર્મિક કે ઐતિહાસિક હેતુની સાથોસાથ ઉજાસ કે અજવાળું કરવા માટે થતો હતો. સહેજ મોટા કદના દીવા છત પર લટકાવાતા જેથી ચોતરફ સારી રીતે અજવાળું ફેલાય. કેટલાંક ઘરોમાં ગોખલાની સુવિધા પણ રખાતી, જેમાં દીવા મુકવામાં આવતા. દીવાનો સંબંધ સીધો અગ્નિ સાથે હોઇ, પ્રાચીન કાળથી સભ્યતાના ઉદય સાથે અગ્નિને પવિત્ર અને દૈવીભાવથી પૂજ્ય માનવામાં આવે છે. દીવાનું મૂળ તાત્પર્ય અંધકારનો નાશ કરી પ્રકાશના પ્રસારણનો છે. દીવાનો પ્રકાશ જ્ઞાન, સુખ, સમૃદ્ધિ, ઊર્જા, અર્ધ્ય, હકારાત્મકતાનું પ્રતીક પણ છે. દીવો એ દિવાળી પર્વની સાથોસાથ લક્ષ્મીજી સાથે તો જોડાયેલો છે

હિંદુ ધર્મમાં દેવી-દેવતાની પૂજામાં દીવાનું વિશેષ મહત્વ હોય છે.  પૂજા સમયે લોકો અખંડ દીવો પ્રગટાવતાં હોય છે. સાવરકુંડલા શહેરમાં પણ હજુ દિવાળીના પર્વ અનુસંધાને ઘરોની બહાર પ્રવેશદ્વાર પાસે લગભગ બે ગોખલા તો જોવા મળે છે અને એ બંને ગોખલામાં અગિયારશથી દીપ પ્રગટાવીને રાત્રિ અને પ્રાતઃ કાળે દીવા પ્રગટાવીને દીપોત્સવી પર્વનો શુભારંભ કરતાં જોવા મળે છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/