fbpx
ગુજરાત

સુરતમાં અસામાજિક તત્વો બેફામ પાંડેસરા વિસ્તારમાં બે લોકો પર કરાયું ધડાધડ ફાયરિંગ, બંનેની હાલત ગંભીર

સુરતમાં હવે ગુનેગારોને પોલીસનો ડર રહ્યો નથી. અગાઉ એક બાદ એક ગેંગવોર અને હત્યાઓની ઘટનાઓ સામે આવ્યા બાદ હજુ પણ સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો નથી. અને દિવસે ને દિવસે સુરતમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતના સુરતના પાંડેસરામાં ૨ લોકો પર ફાયરિંગની ઘટના સામે આવી છે. કારમાં આવેલા ૪ જેટલાં શખ્સોએ ફાયરિંગ કરતાં એક યુવાનને પીઠના ભાગે ગોળી વાગી હતી. જ્યારે અન્ય યુવકને સળિયાથી વડે માર મારી લોહીલુહાણ કરી દીધો હતો. જ્યારે મિસફાયરમાં હુમલાખોર પણ થયો ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના પાંડેસરામાં દેવેન્દ્રનગર બહાર ઈકો કારમાં આવેલાં ચાર જેટલાં શખ્સોએ એકાએક ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં એક યુવકને પીઠ પર ગોળી વાગી હતી. ગોળી વાગતાં જ તે જમીન પર પડી ગયો હતો. જ્યારે અન્ય એક યુવાન પર લોખંડના સળિયા વડે ઘાતક હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધો હતો. ફાયરિંગ સહિતની મારામારીની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ફાયરિંગની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, લેબર કોન્ટ્રાક્ટર્સની હરિફાઈ વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો છે. અને દોઢ વર્ષમાં હુમલાખોર ગ્રૃપ દ્વારા ચાર વખત હુમલાઓ કરવામાં આવ્યા છે. અને આ મામલે અગાઉ પાંડેસરા પોલીસમાં પણ વારંવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં આજે હુમલાખોરોની હિંમત વધી ગઈ છે અને તેઓએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/